Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજકોટમાં વધુ ૧૩ શંકાસ્પદઃ આઇસોલેશનમાં કુલ રર

૩ ગ્રામ્યના અને ૧૦ શહેરના દર્દીઓઃ સાંજે રીપોર્ટ આવશેઃ એકપણની હાલત ગંભીર નથી

રાજકોટ તા. ૩૦: કોરાનાનો કહેર આગળ વધી રહ્યો છે રાજકોટ શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં ૯ દર્દીઓ પોઝીટીવવાળા નોંધાયા છે. ગઇકાલ સાંજથી આજે સવાર સુધીમાં વધુ ૧૩ શંકાસ્પદ લોકો જણાતા તમામને આઇસોલેશનમાં ખસેડી તેમના સેમ્પલ લેબ.માં મોકલવામાં આવ્યા છે તે બધાના રીપોર્ટ આજે સાંજ સુધીમાં આવી જશે. આ ૧૩ પૈકી ૩ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના અને ૧૦ રાજકોટ શહેરના છે.

નવા ઉમેરાયેલા ૧૩ શંકાસ્પદ દર્દીઓ પૈકી અમુકની ટ્રાવેલ હિસ્ટ્રી અને અમુક લોકલ ટ્રાન્સમિશન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલ છે.

રાજકોટ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના જણાવ્યા મુજબ નવા ઉમેરાયેલા શંકાસ્પદ ૧૩ અને અગાઉના પોઝીટીવવાળા ૯ સહિત કુલ રર લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સાંજે રીપોર્ટ આવ્યા બાદ આગળની તબીબી કાર્યવાહી નકકી થશે. આઇસોલેશનમાં રહેલ એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી આજે સવારની સ્થિતિએ તમામની તબિયત સ્થિર છે.

(11:38 am IST)