Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કયા કરે આખિર પાપી પેટ કા સવાલ હૈ

કોરોના વાયરસ સામે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે જેમ તમામ ધંધાર્થીઓના હાલબેહાલ છે તેમ બાલ-દાઢી કરતા લોકોની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. હવે તેઓ ઘેર-ઘેર જઈને પોતાની સેવા આપી રહ્યા છે. સલુન બંધ હોવાને કારણે વાળંદ ભાઈઓ માટે પરિવારનું પાલન કરવાનુ મુશ્કેલ બન્યુ છે. પરિવારનું પુરૂ કરવા માટે વાળંદ ભાઈઓ હવે અગાઉના જમાનાની જેમ ઘેર ઘેર જઈને બાલ-દાઢી કરી રહ્યા છે. ઘરે જઈને લોકોની દાઢી બનાવનારા વાળંદ ભાઈઓ વાયરસથી બચવા માટે ડેટોલ, સેનેટાઈઝર સહિતની કિટનો ઉપયોગ કરી રહ્યા છે. સુરક્ષા માટે બ્લેડ અને નેપકીન પણ નવા નક્કોર વાપરી રહ્યા છે. તસ્વીરમાં એક હેર કટીંગ સલુનવાળા ભાઈ એક વ્યકિતની દાઢી બનાવતા નજરે પડે છે અને આ દ્રશ્ય જૂના જમાનાની યાદ પણ અપાવે છે. લોકોને હાલ બહાર જવા પર પ્રતિબંધ છે છતા બાલ-દાઢી ચકાચક રહે એવુ લોકો ઈચ્છી રહ્યા છે અને તેથી હાલ વાળંદ ભાઈને ઘરે બોલાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

 

(11:03 am IST)