Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉનમાં રાજકોટ પોલીસના માર્ગદર્શનમાં ગરીબ પરિવારોને અનાજની કીટનું વિતરણ :કોઈ ભૂખ્યા ના રહે તેનું ધ્યાન રાખશે

સામાજિક અગ્રણી ક્લાપીભાઈ વિસ્તારનું રાખશે ધ્યાન : પોલીસ ટીમનો માન્યો આભાર

રાજકોટ : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ પો.કમિ. ખુરશીદ એહમદ.તથા ડીસીપી ઝોન-૧ રવી મોહન સૈની ,ડીસીપી  ઝોન-૨ મનોહરસિહ જાડેજા, તમામ વરિષ્ટ અધિકારીઓ ના માગૅદશન હેઠળ રાજકોટ શહેરમાં લોક ડાઉનના પગલે કોઈ ગરીબ માણસો ભુખ્યા ન રહે તે બાબતે નુ ધ્યાન રાખવાની સલાહ, સુચના મળતા  જે બાબતે એ.સો.જી ના પો.સ.ઈ.એમ.એસ.અંસારીનાઓએ  ક્રાઇમ એસીપી જપદીપસિહ સરવૈયાનુ માગૅદશન મેળવી સામાજીક અગ્રણી કલાપીભાઈ નો સંપર્ક કરી,એસ.ઓ.જી ના પો.કોન્સ.જીતુભા ઝાલા,પો.કોન્સ.ફિરોઝભાઈ રાઠોડ, પો.કોન્સ.વિજેન્દ્રસિહ ઝાલા, પો.કો.અઝહરૂદીનભાઈ બુખારી, પો.કો.પદુભા ગોહીલ, આમ સમગ્ર એ.સી.પી.ક્રાઇમ ટીમે ૧૫૦ ફુટ રીગ રોડ પર આવેલ પુનીત નગર પાણીના ટાકા પાસે આવેલ ઝૂપડપટ્ટીમા આશરે ૧૦૦ જેટલા ગરીબ પરીવારોમા અનાજની કીટોનુ વિતરણ કરેલ હતું

  આ પ્રસંગે અગ્રણી કલાપીભાઈએ લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી પોતે આ વિસ્તારમાં લોકો ભુખ્યા ન રહે તે બાબત ની દેખરેખ રાખશે તેવો નીધૉર વ્યક્ત કયૉ હતો.જે બાબતે લોકો એ સમગ્ર પોલીસ ટીમ નો તથા અગ્રણી શ્રી નો આભાર વ્યક્ત કયૉ હતો..

(12:05 am IST)