Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજકોટમાં માસ્કના કાળાબજારઃ ત્રણ પેઢીમાં સવા બે લાખનો માસ્ક-સેનીટાઇઝર્સનો જથ્થો સીઝ કરાયો

શહેરમાં એન.-૯પ માસ્કની તંગીઃ૧૦૦ ની MRP સામે ૪૦૦ સુધી વેચાણ થયું...: તમામ સામે કડક કાર્યવાહી કરવા કલેકટરના આદેશોઃ DSO અને ઇન્સ્પેકટરો દ્વારા તપાસ ચાલુ

રાજકોટ તા. ૩૦ : કલેકટરને મળેલ બાતમી બાદ તેમની સુચનાથી  ડીએસઓ શ્રી પુજા બાવળા, ઇન્સ્પેકટરો હસમુખ પરસાલીયા, કિરીટસિંહ ઝાલા અને તેમની ટીમોએ ગઇકાલે સાંજે ત્રણ સ્થળે ડમી ગ્રાહક બની દરોડો પાડી એન-૯પ માસ્કના થતા કાળા બજાર સામે કાર્યવાહી કરી રૂ. સવા બે લાખની કિંમતના માસ્ક-સેનીટાઇઝરસીઝ કરી ત્રણેય પેઢી સામે કડક પગલા લેવા અંગે કાર્યવાહી હાથ ધરી છે.

એન-૯પ માસ્કની તંગી ઉદ્દભવી છે, ૧૦૦ ની એમઆરપી સામે રૂ.૪૦૦ સુધી વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું.

દરોડાની વિગત મુજબ રાજકોટ શહેના કાલાવડ રોડ ઉપર આવેલ પ્રિન્સેસ સ્કુલની બાજુમાં એચ.ડી.એફ.સ.બેંકની સામે આવેલ હેલ્થકેર ફાર્મા કે જઓ A-FF-V૯૫ નામની કંપનીનું માસ્ક રૂ.૪૦૦માં ઉચા ભાવે વેચાણ કરતા હોવાની બાતમીના આધારે આ મેડીકલ સ્ટોરએ ડમી ગ્રાહકને મોકલી રૂ.પ૦,૦૦૦ ના ૧રપ નંગ રૂ.૪૦૦ લેખે ડીલ કરી આ માસ્કની ડીલીવરી કોટેચા ચોક, આઇ. સી. આઇ. સી.બેંક પાસે મેળવવાનું સ્થળનું નકકી થતા તે જગ્યાએ જિલ્લા પુરવઠા અધિકારી તથા પુરવઠા નિરીક્ષકની ટીમ તેમજ પોલીસ ટીમ જાતે રહી વોચ ગોઠવતા બધુ બહાર આવ્યું હતુ઼.

કોટેચા ચોક, આઇ.સી.આઇ.સી.બેંક પાસે હેલ્થકેર ફાર્માના સંચાલક અજયભાઇ ગઢવી હિતેશભાઇ જનકરાય સાતા પ્રતિક રાઠોડ આમ ત્રણ વ્યકિત A-FF-V૯૫ ની ડીલીવરી દેવા આવેલ ત્યારે તેમને પકડી પાડતા આ ૧રપ નંગ કઇ વ્યકિત પાસેથી ખરીદેલ તેનું પુછતા હરી સર્જીકલ, ભીલવાસ, રાજકોટ પાસેથી રૂ.રપ૦ મુજબ ખરીદ કર્યાનું ખુલ્યુ હતુ઼ પરીણામો, પુરવઠાની ટીમ હરી સર્જીકલ, ભીલવાસ ખાતે ત્રાટકી હતી આ કંપનીનું માસ્ક મુખ્ય ન હતું. પરંતુ તેમણે ડીલીવરી કરેલ A-FF-V૯૫ નામની કંપનીનું માસ્ક તેઓએ કરણપરા  ખાતે આવેલ કેર એન્ડ કયોર પાસેથી રૂ.રર૦ માં ખરીદ કર્યાનું કબુલ્યુ હતું આથી તંત્રે કેર એન્ડ કયોર, કરણપરા ખાતે આવેલ સ્ટોર ઉપર તપાસ કરતા તેઓએ આ કંપનીનું માસ્ક રૂ.રર૦ લેખે હરી સર્જીકલને વેચેલ અને તેઓએ આ જથ્થો નાસીકમાંથી રૂ.૧૩૩ લેખે ખરીદ કરેલ હોવાનું ઉમેયું હતું.

આમ આ ત્રણેય જગ્યાએ તપાસ કરતા અનઅધિકૃત રીતે ઉચા ભાવે વેચાણ કરતા હોવાનું અને તપાસ દરમિયાન ભાવનું સ્ટોક કે સ્ટોક રજીસ્ટર નિભાવેલ ન હોવાથી જથ્થો સીઝરકરી કબ્જે લેવામાં આવેલ.

પુરવઠાની ટીમ કાળાબજારની આખી ચેઇન ચાલતી હોવાનો પર્દાફાશ કર્યો હતો.

પુરવઠાની ટીમે આ દરોડા દરમિયાન હેલ્થકેરફાર્મ, કાલાવડ રોડની પેઢી પાસેથી એન-૯પ માસ્ક ૧રપ જેની કિંમત  રૂ.૪૦૦ લેખે નકકી થઇ હતી. તે મુજબ રૂ. પ૦,૦૦૦, ભીલવાસ પાસેથી શ્રીહરિ સર્જીકલ પેઢીમાં નિયમ મુજબ ભાવ તથા સ્ટોકનું બોર્ડ ન હોવાથી એન-૯પ માસ્ક પ૦ નંગ, ૩ પીએલવાય માસ્ક ૧૩૦૦ અને રર૧ સેનિટાઇઝર્સ મળી રૂ. ૪પ,૭૬ર નો જથ્થો અને કરણપરામાં આવેલ કેર એન્ડ કયોર પેઢીમાંથી ૧,ર૩,ર૦૦ ની મળી કુલ રૂ.ર.ર૮ લાખનો માલનો જથ્થો સીઝ કર્યો હતો.

(10:16 am IST)