Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પૂજીત રૂપાણી ટ્રસ્‍ટ આઇ. આઇ. ટી. અને મેડીકલ ક્ષેત્રે પ્રવેશ માટે સુપર-40 પ્રોજેકટ

સંપૂર્ણ નિઃશુલ્‍ક યોજનાને જબ્‍બર પ્રતિસાદઃ વિદ્યાર્થીઓ તા. પ સુધીમાં ફોર્મ ભરે

રાજકોટ તા. ૩૦ :.. શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ, સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતના ગરીબ તથા મધ્‍યમ વર્ગીય બાળકો માટે સુપર-40   પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. સુપર-40   પ્રોજેકટ અંતર્ગત ધોરણ ૧૦ અને ધોરણ ૧૧ માં આઇઆઇટી અને મેડીકલમાં જવા માગતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

સુપર-40   પ્રોજેકટ સંપૂર્ણ નિઃશુલ્‍ક છે. આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ ૧૦ માં ૪૦ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૧ માં (આઇઆઇટી માટે) ૪૦ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૧ માં નીટ (મેડીકલ પ્રવેશ પરીક્ષા) માટે ૪૦ વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવશે. કુલ ૧૬૦ બાળકો પસંદ કરવામાં આવશે. ધોરણ ૧૦ માં ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ એમ કુલ ૮૦ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૧ માં ૪૦ જેઇઇ પ્રવેશ પરીક્ષા માટે અને ધોરણ ૧૧ નીટ મેડીકલમાં ૪૦ વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવશે.

મધ્‍યમ વર્ગીય અને ગરીબ બાળકો માટે આ સુપર-40   પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે.

પ્રવેશ પરીક્ષા તા. ૧ર ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ યોજાનાર છે. પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તા. પ ફેબ્રુઆરી ર૦ર૩  છે.

રાજકોટ, સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતના વિદ્યાર્થીઓને આ પ્રવેશ પરીક્ષા અંતર્ગત ફોર્મ ભરવા માટે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ આમંત્રણ આપે છે.

ટ્રસ્‍ટના ચેરમેન અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ટ્રસ્‍ટી શ્રી અંજલીબેન રૂપાણીની આગેવાની હેઠળ સુપર-૪૦ પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જેમાં બાળકોનું સ્‍ફુલીંગ, કોચીંગ, એડેડમીક, મેડીકલ તમામ ખર્ચ શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા ઉપાડવમાં આવશે.  રાજકોટ, સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતના વિદ્યાર્થીઓને અમો અપીલ કરીએ છીએ કે, શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા શરૂ કરવામાં આવેલ આ સુપર-૪૦ અંતર્ગત પ ફેબ્રુઆરી, ર૦ર૩ પહેલા પોતાનું ફોર્મ ભરે.

૧ર ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ યોજાનાર પરીક્ષા ૧૦૦ માર્કસની લેવામાં આવશે જેમાં ગણિત અને વિજ્ઞાન બે વિષયોની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા બંને માધ્‍યમમાં લેવામાં આવશે ગુજરાતી અને અંગ્રેજી. સુપર-૪૦ અંતર્ગત પ્રવેશ પરીક્ષા માટે વેબસાઇટ www.super40rajkot.com અને આપેલ નંબર પર ૭૮૭૪૬૬૧૧૧૩ Whatsapps કરી અને પ્રવેશ પરીક્ષા લીંક મંગાવી લેવા વિનંતી તેમ ટ્રસ્‍ટના શ્રી ભાવેન ભટ્ટ જણાવેલ છે પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવાની  છેલ્લી તારીખ પ ફેબ્રુ.પરવેશ પરીક્ષા ધો. ૧૦ અને ધો.૧૧ માટે ૧ર ફેબ્રુ.રીઝલ્‍ટ તારીખ ર૮ ફેબ્રુ.અને અભ્‍યાસક્રમ  શરૂ થવાની તારીખ ૩-એપ્રિલ, છે.

(4:22 pm IST)