Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા ભારત માતાનું પૂજન

રાજકોટઃ શ્રી કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા ૭૪માં પ્રજાસતાક દિને ધ્‍વજ- વંદન સાથે ભારત માતાનું પૂજન, બહેનો દ્વારા દેશ ભકિત ગીત રજુ કરાયા હતા. આ પ્રસંગે ગીરીશભાઈ પરસાણા, ઈન્‍ડિયન લાયન્‍સ વાઈબ્રન્‍ટ કલબના કૌશીકભાઈ ટાંક, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઈ દેસાઈ, પરેશભાઈ ખોખર, જીજ્ઞેશભાઈ રામાવત, જગદિશભાઈ ગજજર, રમેશભાઈ દોમડીયા શાળા નં.૧ના આચાર્ય કાયનાતબેન વાઈસ આચાર્ય હેતલબેન પારીયાની ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ ત્રિવેદીએ તેમજ યશવંતભાઈ પાટડીયાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ ત્રિવેદી, રાજુભાઈ મહેતા, નિલેશભાઈ વોરા, નિરવભાઈ પારેખ, ઉમેશભાઈ જે.પી., તુષારભાઈ પરસાણા, કૌશીકભાઈ દવે, વિપુલભાઈ પરસાણા, યશવંતભાઈ પાટડીયા, ભાવેશભાઈ રાધનપુરા તેમજ મંડળના અન્‍ય સભ્‍યોએ જહેમત ઉઠાવેલ.

(4:17 pm IST)