Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ઉદયભાઇ કાનગડ દ્વારા છાત્રોને સ્‍વેટર વિતરણ

વિધાનસભા ૬૮ રાજકોટ પૂર્વના લોકલાડીલા ધારાસભ્‍ય ઉદય કાનગડ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાના ૧૨,૫૦૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે ગરમ સ્‍વેટર વિતરણ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલ છે તે અંતર્ગત વોર્ડ નંબર ત્રણમાં રેલનગર વિસ્‍તારમાં આવેલી માં સંતોષી પે સેન્‍ટર પ્રાથમિક શાળા નંબર ૯૮માં ઉદયભાઇ કાનગડના હસ્‍તે ૯૧૫ વિદ્યાર્થીઓને ગરમ સ્‍વેટર વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે એવોર્ડ નંબર ત્રણના પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ રાવલ, કોર્પોરેટર અલ્‍પાબેન દવે, રણધીરભાઈ સોનારા, સ્‍કૂલ મેનેજમેન્‍ટના શિક્ષણવિદ અને શાળા નંબર ૫૯ના પૂર્વ આચાર્ય અને વ્‍યાયામ શિક્ષક મનસુખલાલ ડી.અમળતિયા, સ્‍થાનિક આગેવાનો બાબુભાઈ પરેશા, અમુભાઇ રાઠોડ, ઇલાબેન, હિતુભા રાણા, તેમજ કાર્યકર્તા અને મોટી સંખ્‍યાઓમાં વાલીગણ ઉપસ્‍થિત રહેલ. 

(4:16 pm IST)