Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જેસીઆઇ યુવા દ્વારા ધ્‍વજવંદન

કાનન આડતીયા-વાઇસ પ્રોગ્રામના અધ્‍યક્ષ સ્‍થાને જેસીઆઇ રાજકોટ યુવાન કમીટી મેમ્‍બર્સ દ્વારા વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં ભણતી અંધ વિદ્યાર્થીની બહેનો સાથે ધ્‍વજવંદન કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેસીઆઇ રાજકોટ યુવાના પ્રમુખ ડો. કલ્‍પેશ રાડીયાના હસ્‍તે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવામાં આવ્‍યા બાદ ત્‍યાં હાજર તમામ અંધ વિદ્યાર્થીની બહેનો, શિક્ષકગણ અને જેસીઆઇ રાજકોટ યુવાના સભ્‍યોએ રાષ્‍ટ્રગીત ગાઇને રષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી બાદમાં વકતૃત્‍વ સ્‍પર્ધા થયેલ. અંતે હાજર રહેલી તમામ અંત બહેનો તેમજ સ્‍કુલના સ્‍ટાફ મિત્રોનું  મોં મીઠુ કરાવીને તેમને પ્રજાસત્તાક પર્વની શુભેચછાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જેએફએમ ગિીરી ચંદારાણા, જેએફએમ ક્રિના માંડવીયા, જેસી એચજીએફ નિશીત જીવરાજાણી, જેસી શીલા ચંદારણા, જેસી જલ્‍પા, રાડીયા, જેસી ટ્ટિકંલ ચંદારાણા, જેસી બ્રિજેશ માંડવીયા, જેસી રૂચિ જીવરાજાણી વગેરે ઓફિસરો જોડાયા હતા.

(4:14 pm IST)