Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વિકાસ વિદ્યાલય દ્વારા ધ્‍વજવંદન

વિકાસ વિદ્યાલયમાં ૭૪નાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. દીકરીને સલામ દેશને નામ થીમ આધારીત કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણ તેમજ મોંઘેરા મહેમાનોને ઉપસ્‍થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. શાળાની ધો. ૩ ની વિદ્યાર્થીની આતેકા ચાવડાના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવેલ. આ પ્રસંગે નિલેશભાઇ જલુ-ભાજપના વોર્ડ નંબર-૧૪ નાં કોર્પોરેટર વોર્ટર વર્કસ સમિતિનાં વાઇસ ચેરમેન તેમજ અમિતભાઇ રાધનપુરા, સમગ્ર શિક્ષા રાજકોટ કોર્પોરેશનના હસ્‍તે ધો. ૩ ની વિદ્યાર્થીનીને પ્રમાણપત્ર આપી સન્‍માનીત કરવામાં આવેલ.

(4:14 pm IST)