Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સેન્‍ટ મેરી સ્‍કુલના પૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો

સેન્‍ટમેરી સ્‍કુલના ૧૯૯૬ ની બેચના ૧૨ સાયન્‍સ અને કોમર્સના વિદ્યાર્થીઓ દર વર્ષે ડીસેમ્‍બર અથવા જાન્‍યુઆરીમાં એકત્ર થઇ જુની યાદો તાજી કરે છે. તે મુજબ આ વખતનો મેળાવડો ગોઠવવામાં આવ્‍યો હતો. જેમાં ૩૯ વિદ્યાર્થીઓએ ભેગા મળી સ્‍કુલ સમયના ધીંગામસ્‍તીના દિવસો વાગોળ્‍યા હતા. ડોકટર, વકીલ, સી.એ., હોટેલીયર અને વેપાર સહીતના ક્ષેત્રોમાં મેળવેલ પોત પોતાની સિધ્‍ધીઓ અહીં રજુ કરી સહાધ્‍યાયીઓ સાથેનો પરીચય તાજો કર્યો હતો. રી-યુનિયન પ્રોગ્રામમાં ઉપસ્‍થિત પૂર્વ વિદ્યાર્થીઓ નજરે પડે છે. 

(4:13 pm IST)