Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ભારત વિશ્વ ગુરૂ બનશે એ દિવસો દૂર નથી

પુજીત રૂપાણી ટ્રસ્‍ટમાં વિજયભાઈ રૂપાણીના હસ્‍તે ધ્‍વજવંદન

રાજકોટઃ શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટનાં ભવન ‘કિલ્લોલ'નાં પટાંગણમાં પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ત્રિરંગો લહેરાવી રાષ્‍ટ્રધ્‍વજને વંદન કરી જન ગણ મન રાષ્‍ટ્રગાન સાથે સલામી આપી હતી. તેઓએ જણાવેલ કે  બંધારણમાં દર્શાવેલ મૂલ્‍યે પ્રત્‍યે આપણી પ્રતિબધ્‍ધતાને સુનિヘતિ કરીને દેશની પ્રગતિ અને મજબૂત લોકશાહી માટે પ્રત્‍યેક નાગરિકે મતદાનનો ઉપયોગ કરવો જોઈએ. આજે આપણા દેશે અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. વિશ્વની ઈકોનોમીમાં પાંચમું સ્‍થાન પ્રાપ્‍ત કરેલ છે અને વિશ્વના મોટા મોટા ૨૦ દેશોની બનેલી પરિષદમાં ભારતના વડાપ્રધાન શ્રી  નરેન્‍દ્રભાઈ મોદીને અધ્‍યક્ષ સ્‍થાન મળેલ છે તે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે અને આવતા દિવસોમાં જગત જનની ભારત માતા વિશ્વ ગુરૂ બનશે એ દિવસો દૂર નથી તેમ કહી ગણતંત્ર દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.

ટ્રસ્‍ટના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા ગણતંત્ર દિવસ અંગે અંગ્રેજીમાં તથા માતૃભાષામાં સ્‍પીચ અપાઈ હતી. ટ્રસ્‍ટના સ્‍ટાફ બહેનો દ્વારા દેશભકિતનું લોકગીત એ મેરે વતન કે લોગોનું ગાન ગાવામાં આવેલું હતું. જે માટે વિજયભાઈએ વિદ્યાર્થીઓને તથા સ્‍ટાફના બહેનોને અભિનંદન પાઠવ્‍યા હતા.

આ કાર્યક્રમમાં સર્વશ્રી ડો.વિભાકરભાઈ વછરાજાની, જયસુખભાઈ ડાભી, મુકેશભાઈ મહેતા, હરિશભાઈ શાહ, જયપ્રકાશભાઈ આચાર્ય, સરોજબેન આચાર્ય, ઉમેશભાઈ કુંડલીયા, જાન્‍હવીબેન લાખાણી, રાજુભાઈ શેઠ, જયેશભાઈ ભટ્ટ, દિવ્‍યેશભાઈ અઘેરા, કે.બી. ગજેરા, કિરીટભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર, હિમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, જીગ્‍શભાઈ રત્‍નોતર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ટ્રસ્‍ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટે કરી હતી.ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કોર્ડીનેટર સાગરભાઈ પાટીલ, નિરાલીબેન રાઠોડ તથા કર્મચારીઓ શીતલબા ઝાલા, અંજના રત્‍નોતર, વલ્લભભાઈ વરચંદ, ધાનીબેન મકવાણા, વર્ષાબેન મકવાણા, દિપકકુમાર જોશી, શિલ્‍પાબેન કુમારખાણીયા, હરદિપસિંહ ઝાલા, પ્રવીણભાઈ ખોખર, અનુપભાઈ રાવલ, ભગવતીબેન કુંઢીયા, અસ્‍મિતા નારીયાણી, જયેશભાઈ ધોકિયા, મિલનભાઈ વાઘેલા, જાનકીબેન રામાણી, કાંતિભાઈ નિરંજની, નેહાબેન સોલંકી, અલ્‍પાબેન ભટ્ટ, ડો.ગઢિયા દ્રષ્‍ટિ, ડો.રાજાણી માનસી,  ડો.જસ્‍મિતાબેન ચાવડા, સકીનાબેન અજમેરી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

વિશેષ માહિતી માટે ટ્રસ્‍ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટનો શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ, ‘કિલ્લોલ', ૧- મયુરનગર, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વઝોન) સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ / ૨૭૦૧૦૯૮ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)