Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

બાલાજી વેફર્સ કપ ગોલ્‍ડન બેબી લીગ ફુટબોલ ટુર્નામેન્‍ટનો કાલથી પ્રારંભ

રાજકોટ,તા. ૩૦ : ડિસ્‍ટ્રીકટ ફુટબોલ એસોસિએશન, રાજકોટ દ્વારા ‘બાલાજી વેફર્સ કપ' ગોલ્‍ડન બેબી લિગ ફુટબોલ ટુર્નામેન્‍ટ ૨૦૨૩નું તા. ૩૧-૧-૨૦૨૩ થી તા. ૫-૨-૨૦૨૩ દરમ્‍યાન અન્‍ડર -૮, અન્‍ડર-૧૦ તથા અન્‍ડર-૧૨ ગ્રુપમાં આયોજન રેસકોર્ષ ટર્ફ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવેલ છે.

આ ટુર્નામેન્‍ટ ઉદ્દઘાટન કાલે તા. ૩૧ના મંગળવારે સાંજના ૪ કલાકે બાલાજી વેફર્સના એમ.ડી. મિહીરભાઇ વિરાણી તથા એસોસિએશનના હોદેદારો દ્વારા કરવામાં આવશે.

આ ટુર્નામેન્‍ટમાં રાજકોટની વાય.સી.સી., રેલ્‍વે, સીટી પોલીસ, એસ.એન.કે. સ્‍કૂલ, માસ્‍ટર એફ.સી., એસ.જી.વી.પી. રીબડા, નિર્મલા કોન્‍વેન્‍ટ, સેન્‍ટ મેરી, ટી.જી.એસ. અવધ તથા એન.સી.એફ.સી. જામનગર વગેરે ટીમો ભાગ લઇ રહેલ છે.

ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે ગુણુભાઇ ડેલાવાળાની આગેવાની હેઠળ એસોસિએશનના હોદેદારો સર્વશ્રી ડી.વી.મહેતા, મુકેશ બુંદેલા, બી.કે.જાડેજા, રોહિત બુંદેલા, જીવણસિંહ બારડ, અજય ભટ્ટ, ધર્મેશ છત્રોલા, અમૃતલાલ બહુરાશી, લાલસિંહ ચૌહાણ, રાજેશ ચૌહાણ, જયેશ કનોજીયા, રોહીત પંડીત, સિધ્‍ધાર્થ લોટીયા, મેલ્‍વીન રોડ્રીકસ, દિપ રાજગોર, દિપક યશવંત વગેરે સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:56 pm IST)