Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

નરેન્‍દ્રભાઇનાં પ્રેરણાદાયી માર્ગદર્શને વિદ્યાથીઓમાં જોમ-બળ પુરૂ પાડયુ : મહેન્‍દ્રભાઇ પાડલીયા

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્‍યની અધ્‍યક્ષતામાં ‘પરિક્ષા પે ચર્ચા' લાઇવ કાર્યક્રમ નીહાળતા છાત્રો

રાજકોટ,તા. ૩૦ : પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના પરિક્ષા પે ચર્ચા સંવાદનની છઠ્ઠી આવૃતિ નવી દિલ્‍હી તાલ કટોરા સ્‍ટેન્‍ડીયમની દેશ-વિદેશના કરોડો વિદ્યાર્થીઓને આગામી પરીક્ષાઓમાં એકાત્રતા અને ટેન્‍શન મુકત રહી યોગ્‍ય મેનેજમેન્‍ટ સાથે આનંદ ઉત્‍સાહનથી પરીક્ષા આપવાની પ્રેરણા આપી હતી.

પરિક્ષા પે ચર્ચાના લાઇવ પ્રસારણમાં પરિક્ષા પે ચર્ચાના ઇન્‍ચાર્જ અને ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ પાડલીયા રાજકોટ જીલ્લાના ઉપલેટાના ટાઉન હોલ ખાતે ઉપલેટાની તમામ માધ્‍યમિક શાળાના ૫૭૫ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ શિક્ષકો સાથે બેસીને નિહાળવામાં આવ્‍યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દેશના તમામ રાજયોના વિદ્યાર્થીઓને મનનીય માર્ગદર્શન આપતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓમાં પરિક્ષાઓનો બોજ દિવસે ને દિવસે વધતો રહ્યો છે. ત્‍યારે આ બોજને હળવો કરવા માતા-પિતા બાળકોને પરીક્ષા એક ઉત્‍સવ જેવું વાતાવરણ બની રહે તેવા પ્રયત્‍નો કરવો જોઇએ. વિદ્યાર્થીઓ કોઇ પણ જાતના તણાવ, ચિંતા કે ભય રાખ્‍યા વિના પરીક્ષા આપી શકે તેવો માહોલ ઉભો કરવો જોઇએ.

વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું હતુ કે દરેક માતા-પિતાએ પોતાના બાળકોનું સાભું અને સચોટ મુલ્‍યાંકન કરી તેની ક્ષમતાને ઓળખવી જોઇએ વિદ્યાર્થીઓએ ફકત હાર્ડ વર્ક નહિ ‘સ્‍માર્ટ હાર્ડવર્ક' કરવાની શીખ આપી હતી વિદ્યાર્થીઓએ તેમના ભાવી કારકિર્દી પ્રત્‍યે સજાગ રહેવું જોઇએવે તેવી વિદ્યાર્થીઓને સલાહ આપી હતી.પરિક્ષા પે ચર્ચાના ઇન્‍ચાર્જ મહેન્‍દ્રભાઇ પાડલીયાએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં ભારત તમામ ક્ષેત્રે વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે ત્‍યારે યુવાનોને શૈક્ષણિક પરિક્ષા સમયે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને એક વાલી તરીકેની ગરજ સારસે. વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્‍કારનું સિંચન અર્પીને નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે. વિદ્યાર્થીઓને તણાવ, ચિંતા-ભય મુકત બનીને, ઉત્‍સવ જેવો માહોલ બનાવીને પરિક્ષા આપવી જોઇએ તેમ જણાવેલ હતું.

પરિક્ષા પે ચર્ચા ઉપલેટા કાર્યક્રમમાં નગરપાલીકાના પ્રમુખ મયુરભાઇ સુવા, નગરપાલિકા ઉપપ્રમુખ મંજુલાબેન માકડીયા નગરપાલીકાના તમામ સદસ્‍યો, ભાજપ સંગઠનના તમામા હોદેદારો, નગરજનો, વાલીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. તેમ પ્રેસ મીડીયા કો-ઓર્ડીનેટર અરૂણભાઇ નિર્મળએ જણાવેલ છે

(3:52 pm IST)