Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રેવન્યુ અપીલો-રિવિઝનોનો નિકાલ કરવામાં ઢીલીનીતી અંગે મુખ્યમંત્રીને થયેલ ફરિયાદ

રાજકોટ,તા. ૩૦ : રાજકોટ કલેકટરશ્રી તથા એડીશ્નર કલેકટરશ્રી દ્વારા રાજકોટ શહેર તથા રાજકોટ જીલ્લાના બંનેની નિમણુંકથી આજ સુધી રેવન્યુ અપીલો તથા રીવીઝનોનો કોઇ નિકાલ કરવામાં આવેલ ન હોવા અંગે ભાજપ લીગલ સેલના પૂર્વ પ્રદેશ સહ કન્વીનર દિલીપભાઇ પટેલે યોગ્ય કરવા રજુઆત કરેલ છે.

રાજકોટ શહેર અને જીલ્લા કલેકટરની નિમણુંક રાજકોટ શહેરમાં આશરે તા. ૨૩/૧/૨૦૨૧ એટલે કે આશરે બે વર્ષ પહેલા થયેલ છે. રાજકોટ શહેર આર.એ.અસી. ઠક્કરની નિમણુંક પણ આજ સમયગાળા દરમિયાન થયેલ છે. બંને અધિકારીઓની નિમણુક થયા બાદ આજસુધી અસંખ્ય રેવન્યુ અપીલો તથા રેવન્યુ કેસોની મુદતો કાઢવામાં આવેલી છે. અને નિયત મુદતે કલેકટરશ્રી કોઇ અગમ્ય કારણસર કેસ ચલાવતા નથી અને બંને અધિકારીઓ દ્વારા બોર્ડ એડજેસ્ટ કરવામાં આવે છે. અને નવી તારીખો આપે છે. આવા કારણસર અરજદારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને કેસોનો નિકાલ થતો નથી અને કેસો પેન્ડીગ પડી રહે છે અને ગુજરાત સરકારની કામગીરીથી અરજદારો અસંતોષ અનુભવે છે.

ભૂતકાળમાં વિજયભાઇ  રૃપાણી મુખ્યમંત્રી હતા. ત્યારે રાજેન્દ્રભાઇ ત્રિવેદી મહેસુલ મંત્રી હતા ત્યારે આ બંને અધિકારીઓની કાર્યપધ્ધતિ સામે સાંસદ રામભાઇ મોકરીયા તથા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ મહેસુલ મંત્રીને રૃબરૃ મળી ઉપરોકત બાબતે તથા બીનખેતી તથા પ્રિમીયમની ફાઇલો બાબતે અરજદારને આ બંને અધિકારીઓથી હેરાનગતિ થતી હોય અને વિનાકારણે કેસોમાં  વિલંબ થતો હોય તે અંગેની રજુઆત કરેલ હતી.

હાલના કલેકટરશ્રી તેમજ આર.એ.સી .હસ્તકની અનેક ફાઇલો નીકાલ અર્થે પેન્ડીંગ હોય અને હાલમાં ચૂંટણી હોય અને અધિકારીઓની કામગીરીના ભોગે પ્રજાએ સહન કરવું પડે તો તેની મોટી અસર ચુંટણીમાં રાજકીય પક્ષોને પડનારી હોય વિનાકારણે તેમને સહન કરવાનું થતુ હોય પેન્ડીંગ કેસોના તાત્કાલીન ગુજરાત રાજયની ચૂંટણી પહેલા નિકાલ કરવા અમારી માંગણી છે. તેમ જણાવીને કલેકટર વિરૃધ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરેલ છે.

(3:52 pm IST)