Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્‍સવ- શતાબ્‍દી વર્ષ ઉજવાશે

દીવાનપરા સ્‍થિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે બિરાજમાન વિશ્વકર્મા દાદાની પ્રાણપ્રતિષ્‍ઠાને ૧૦૦ વર્ષ પૂર્ણઃ દાદા સોનાના સિંહાસન પર બિરાજશે, સુવર્ણ ધ્‍વજ, ધ્‍વજ, દંડ અને કળશનું ઉદ્દઘાટનઃબુધથી શુક્ર ત્રણ દિવસ કાર્યક્રમોઃ ૧૦૧ કુંડી મહાયજ્ઞ, વિશ્વમાં પ્રથમ વખત શ્રી વિશ્વકર્મા દાદાના દશાવતારની ઝાંખી, શોભાયાત્રા, મહારકતદાન શિબિર, સમુહલગ્નોત્‍સવ, દાતાઓનું સન્‍માન, જ્ઞાતિ સમુહભોજનઃનિજ મંદિરે અને રેસકોર્ષના મેદાનમાં ત્રણ દિવસ કાર્યક્રમોઃ સંતો- મહંતો આશીર્વચન આપશેઃ ત્રણ દિવસ હવનઃ સમુહલગ્નમાં કરીયાવરમાં ૧૬ દીકરીઓને ૨૨૫થી વધુ વસ્‍તુઓ અપાશેઃ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની ટીમ દ્વારા બેનમૂન આયોજન

રાજકોટઃ કલા- કારીગરીના દેવશ્રી શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું મંદિર  દીવાનપરા, રાજકોટ ખાતે આવેલ છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાનશ્રી વિશ્વકર્માદાદાની પ્રાણ પ્રતિષ્‍ઠાને વર્ષ ર૦૨રમાં ૧૦૦ વર્ષ પૂર્ણ થતા શતાબ્‍દી વર્ષ મહોત્‍સવ ઉજવણીના ભાગરૂપે ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજી નુતન સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન થશે. સાથે સુવર્ણ ધ્‍વજ, દંડ અને કળશના દિવ્‍યાતિદિવ્‍ય ઉદઘાટન થશે. આ સુવર્ણ સિહાંસનનો જેમણે મહા સંકલ્‍પ કરેલ તેવા મુખ્‍યદાતા શ્રી પ્રવીણભાઈ જેરામભાઇ આઘારા, રાજકોટ અને શ્રી રમેશભાઈ અંબારામભાઈ તલસાણિયા, અમદાવાદ તેમજ અન્‍ય દાતાશ્રીઓના સુવર્ણદાનથી શતાબ્‍દી વર્ષે પુનઃ પ્રાણપ્રતિષ્ઠાના પાવન અવસરે અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પૂ.માં શ્રી કનકેશ્વરી દેવીજી, (શ્રી ખોખરા હનુમાનજીધામ. મોરબી) અને પ.પૂ.સ્‍વામીશ્રી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી (સંયોજક હિન્‍દુ ધર્મ આચાર્ય સભા.) અધ્‍યક્ષ આર્ષ વિદ્યા મંદિર, રાજકોટના  હસ્‍તે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે. સાથે ત્રણ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્‍ઠા યજ્ઞ તા. ૦૧ ફેબ્રુઆરી બુધવારના રોજ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે સવારે ૭:૩૦ વાગે શરૂ થશે અને સાંજે ૬:૩૦ વાગ્‍યા સુધી ચાલશે. આ યજ્ઞ તા.૨ને ગુરૂવાર આખો દિવસ અને તા.૩ શુક્રવારે બપોરે ૧૨ વાગ્‍યે પૂર્ણ થશે.

 વિશ્વકર્મા જયંતિ મહોત્‍સવની પૂર્વ સંધ્‍યાએ તા. ૦૨-૦૨ ગુરૂવારને રોજ સાંજે ૭ થી ૧૧ કલાકે વિશ્વમાં પ્રથમ વખત શ્રી વિશ્વકર્માદાદાના દશાવતારની ઝાંખીનો ભવ્‍ય કાર્યક્રમ સમગ્ર નગરજનો માટે યોજવામાં આવનાર છે. આ માટે રેસકોર્ષ મેદાન રાજકોટ સ્‍થળે ‘શ્રી વિશ્વકર્મા ધામ' ઊભું કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિશ્વકર્મા દાદાના દશાવતારમાં ભગવાનશ્રી વિશ્વકર્મા દાદાના દશ અવતારોનું દર્શન રજુ કરતો કાર્યક્રમ જેનું લેખન અને દિગ્‍દર્શન શ્રી દિનેશ ગજજર, સુરેન્‍દ્રનગર અને ગીત-સંગીત જયંત ગજ્જર, રાજકોટના સુમધુર અને મીઠા સ્‍વરો સાથેના સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ‘શ્રી વિશ્વકર્મા ધામ', રેસકોર્ષ રાજકોટ ખાતે ભગવાનશ્રી વિશ્વકર્મા દાદાના દશ અવતરણોનો સાક્ષાત્‍કાર થશે.

સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં જયકુમાર મનોહરભાઈ તલસાણિયા અને હિતેશકુમાર મનોહરભાઈ તલસાણિયા, અમુભાઈ કે.ભારદિયા, જગુભાઈ ખીમજીભાઈ ભારદીયા, મુકેશભાઇ ત્રિભુવનભાઈ પંચાસરા અને   મહેન્‍દ્રભાઈ ત્રિભુવનભાઈ પંચાસરા, ચંદ્રેશભાઈ ખંભાયતા,  કિશોરભાઈ જાદવાણી,  પ્રવીણભાઈ અઘારા, ધનજીભાઈ પ્રાગજીભાઇ પંચાસરા,  કનુભાઈ અંબાસણા તેમજ જ્ઞાતિના મહાનુભાવો ઉપસ્‍થિત રહેનાર છે.

શ્રી અનંત કોટી અખિલ બ્રહ્મંડાધીશ્રર જગત પાલનહાર તથા જગત સૃષ્ટિ સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્માદાદાના દિવ્‍ય દેવાલયના ૧૦૦વર્ષ પરિપૂર્ણ થતા ભગવાનશ્રી વિશ્વકર્મા તથા શ્રી મર્યાદા પુરૂષોતમ શ્રી રામચંદ્ર પરિવાર તથા ભગવાન શ્રી રાધા-ક્રિષ્‍ના તથા વિધ્‍નહર્તા વિનાયક શ્રી ગણપતિ ભગવાન તથા સંકટમોચન શ્રી હનુમાનજી મહારાજ તથા દિશાઓના દેવતાશ્રીઓના દિવ્‍ય સ્‍વરૂપોની પુનઃ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ અંતર્ગત શ્રી વિશ્વકર્મા મંદિર, શ્રી વિશ્વકર્મા પ્રભુજી માર્ગ, દિવાનપરા ખાતે વહેલી સવારે ૬:૩૦ કલાકે મંગળ આરતી સાથે ધ્‍વજા આરોહણ બાદ સવારે ૭:૩૦ કલાકે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે. તેમજ બપોરના ૧૨:૧૫ કલાકે ભગવાન વિશ્વકર્માજીના થાળ પ્રસાદ સાથે મહાઆરતી કરવામાં આવશે તેમજ મહાયજ્ઞનું બીડું હોમવામાં આવશે. સાથે સાથે ‘શ્રી વિશ્વકર્મા ધામ'રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે ૧૦૧ કુંડી મહાયજ્ઞમાં પણ બીડું હોમવામાં આવશે.

મહારકતદાન શિબિરનું આયોજન પણ તા.૦૩-૦૨ના સવારે ૮ થી સાંજે ૮ સુધી શ્રી વિશ્વકર્મા જયંતીના દિવસે શ્રી વિશ્વકર્મા મંદિર અને શ્રી વિશ્વકર્મા ધામ, રેસકોર્ષ મેદાન  બંને જગ્‍યાએ કરવામાં આવેલ છે.

શ્રી વિશ્વકર્મા જયંતીના દિવસે બપોરના ૨ કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલથી ભગવાન શ્રી વિશ્વકર્માની ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રાનું પ્રસ્‍થાન થશે. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો તથા જુદા જુદા વિસ્‍તારોમાંથી પસાર થશે જેમાં આગળ ૫ બુલેટ, ૧૫૦ બાઈક અને લગભગ ૧૦૦ થી વધારે ગાડીઓ ટ્રેકટર, શણગારેલ રથ, હાથી ઘોડા અને વિશાળ સંખ્‍યામાં જ્ઞાતિજનો જોડાશે. આ શોભાયાત્રાનું સ્‍વાગત નગરના જુદા જુદા રાજમાર્ગો પર જ્ઞાતિજનો દ્વારા ભવ્‍ય રીતે ફૂલહારથી કરવામાં આવશે. ભગવાન શ્રી વિશ્વકર્માજીની ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા સમગ્ર શહેરમાં નગરચર્યા કરી સાંજે ૬ કલાકે ‘શ્રી વિશ્વકર્મા ધામ' રેસકોર્ષ સ્‍થળે પધારશે. શોભાયાત્રા પૂર્ણ થશે ત્‍યારે શ્રી વિશ્વકર્મા ધામ ખાતે અલૌકિક દીપમાળાથી ભગવાન શ્રી વિશ્વકર્માદાદાની મહાઆરતી  થશે.

શ્રી વિશ્વકર્મા ધામ ખાતે ૧૬ દીકરીઓના ભવ્‍ય સમૂહ લગ્ન બપોરે ર વાગ્‍યાથી શરુ થશે અને સાથે દાતા ઓનો સન્‍માન કાર્યક્રમ યોજાશે. આ સમૂહલગ્નમાં આશિર્વચન પાઠવવા પરમ સંત શ્રી જેન્‍તિરામબાપા (સત પુરણધામ આશ્રમ, ધુનડા, જામજોધપુર) અને પ. પૂજ્‍ય યતિશ્રી બ્રહ્મદેવજી મહારાજ, (શ્રી ગુરૂદત મઠ, કુવાડવા, રાજકોટ) ઉપરાંત મુખ્‍ય મહેમાનો મોહનભાઈ કુંડારિયા સાંસદ રાજકોટ,  રામભાઈ મોકરિયા રાજ્‍યસભાના સાંસદ, રમેશભાઈ ટીલાળા-ધારાસભ્‍ય,  ઉદયભાઈ કાનગડ ધારાસભ્‍ય, ડો. દર્શીતાબેન શાહ ધારાસભ્‍ય, ડો. પ્રદિપભાઈ ડવ, મેયર,  કમલેશભાઈ મીરાણી પ્રમુખરાજકોટ શહેર ભાજપ,  ગોવિંદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્‍ય,  પુષ્‍કરભાઇ પટેલ ચેરમેન સ્‍ટે. કમિટી,  વિનુભાઈ ધવા નેતા શાસકપક્ષ, સુરેન્‍દ્રસિંહ વાળા દંડક, અતુલભાઈ પંડિત, ચેરમેન, શિક્ષણ સમિતિ, અતિથિ વિશેષ તરીકે  મુકેશભાઇ ત્રિભુવનભાઈ પંચાસરા અને  મહેન્‍દ્રભાઈ ત્રિભુવનભાઈ પંચાસરા,  ચંદ્રકાંતભાઈ વાલજીભાઈ કરગથરા,  ધનજીભાઇ પ્રાગજીભાઇ પંચાસરા,  અમ્રુતભાઈ પ્રાગજીભાઈ પંચાસરા,  વિજયભાઈ લાલજીભાઈ તલસાણીયા અને પ્રદ્યુમનભાઈ લાલજીભાઈ તલસાણિયા,  કેતનભાઈ ગજજર (ટ્રસ્‍ટી, ગુર્જર સુતાર કન્‍યા છાત્રાલય, રાજકોટ), કુમારભાઈ વેલજીભાઈ પંચાસરા (ખામટાવાળા),  દામજીભાઈ ખારેચા. (પ્રમુખ વિશ્વકર્મા ધૂન મંડળ, રાજકોટ) ભરતભાઈ મનુભાઈ વિરામગામા,  કમલેશભાઈ સિનરોજા અને શ્રીમતી પુજાબેન વિશરોલિયા ઉપસ્‍થિત રહેનાર છે.

 શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ આયોજિત સમૂહ લગ્નોત્‍સવમાં ૧૬ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. દરેક દીકરીઓને દાતાઓ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ તરફથી સોનાની બુટી, સોનાનો દાણો (ચૂંક), ચાંદીના ગાય, ચાંદીનો જુડો, ચાંદી સાંકળા સહિત ૨૨૫ વસ્‍તુઓ આપવામાં આવશે.

આ ત્રણ દિવસીય તમામ કાર્યક્રમોને સફળ બનાવવા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં પ્રમુખ રસિકભાઈ  ડી. બદ્રકીયા, અધ્‍યક્ષ મુકેશભાઇ આર. વડગામા,  કાન્‍તીભાઈ પી. તલસાણીયા (ઉપપ્રમુખ), ઉપાધ્‍યક્ષ જગદીશભાઈ સોંડાગર,  પ્રદિપભાઇ કે. કરગથરા (મંત્રી), શ્રી અરવિંદભાઈ બી. ત્રેટીયા(ખજાન),  ગોરધનભાઈ પી. ચાપાનેરા (સહમંત્રી), કારોબારી સભ્‍ય હર્ષદભાઈ આર. બકરાણીયા,  કિશોરભાઈ એમ. અંબાસણા,  હરિભાઈ કે. સીનરોજા,  દિલીપભાઈ બી. પંચાસરા, શાંતિલાલ ડી. સાંકડેચા,  મીતેશભાઇ એસ. ધ્રાગધરિયા,  જનકભાઈ એન. વડગામા, કિશોરભાઈ આર. બોરાણિયા, કેતનભાઈ એમ. મહિધરિયા, ઘનશ્‍યામભાઈ જે. દુદકીયા અને ટ્રસ્‍ટી દિનેશભાઈ એન. ખંભાયતા, વિનયભાઈ એમ. તલસાણિયા, મુકેશભાઈ કે.ભાડેશીયા ઉપરાંત શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ અને જ્ઞાતિની અન્‍ય સહયોગી સંસ્‍થાઓ તેમજ જ્ઞાતિનાં કાર્યકર્તાઓ વિરાટ કાર્ય સાંભળી રહ્યા છે.

ગુર્જર સુતાર જ્ઞાતિના તમામ જ્ઞાતિજનોને  આ ત્રિદિવસીય મહોત્‍સવનો ધર્મલાભ લેવા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં આગેવાનો સર્વશ્રી મુકેશભાઈ વડગામા- અધ્‍યક્ષ, રસીકભાઈ બદ્રકીયા- પ્રમુખ મો.૯૨૨૭૬ ૧૨૦૭૩, પ્રદિપભાઈ કરગથરા- મંત્રી,  અરવિંદભાઈ પ્રેટીયાં- ખજાનચી, હર્ષદભાઈ બકરાણીયા- સભ્‍ય અને મીતેષભાઈ ધ્રાંગધરીયા સભ્‍ય નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:52 pm IST)