Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વી.ડી.બાલાએ દોઢ લાખ બાળકોને શેરી રમતો રમાડી

નવરંગ નેચર કલબના સ્‍થાપક વી.ડી.બાલાનો બુધવારે જન્‍મદિવસ : અભિનંદન વર્ષા : ૧૬ વર્ષમાં પાંચ લાખ રોપાનું વિતરણ : ફળાઉ વૃક્ષોનો પરિણામલક્ષી પ્રચારઃ આંગણે વન મિશનઃ પર્યાવરણલક્ષી અનેક પ્રવૃતિઓ

ચકલીઘર પ્રવૃતિને આશીર્વાદ આપતા પૂ.મોરારીબાપુ સાથે વી.ડી.બાલા તથા શેરી રમતો ફરીથી જીવંત કરવા મથતા વી.ડી.બાલા દર્શાય છે

રાજકોટ,તા. ૨૮: નવરંગ નેચર કલબના સ્‍થાપક વી.ડી.બાલાનો તા. ૭ના બુધવારે જન્‍મદિવસ છે. આ અવસરે બાલા પર અભિનંદનો વરસી રહ્યા છે. વી.ડી.બાલા પર્યાવરણ પ્રવૃતિમાં ઓતપ્રોત રહે છે. પોતાનું પેન્‍શન પણ સેવામાં જ વાપરી નાખે છે. છ વર્ષમાં દોઢ લાખ બાળકોને શેરી રમતો રમાડી ચુક્‍યા છે. પાંચ લાખ રોપાનું વિતરણ કર્યું છે. નવરંગ કલબ દ્વારા ચાલતી વિવિધ પ્રવતિની ઝલક.

વી. ડી. બાલા (ગામ-ફડસર, તા-જી-મોરબી, હાલ-રાજકોટ) (પૂર્વ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર) (પ્રમુખ, નવરંગ નેચર ક્‍લબ) (વિદ્યાર્થી, લોકભારતી - સણોસરા) જન્‍મ તારીખઃ ૦૧/૦૨/૧૯૫૮

પર્યાવરણને લગતી કામગીરી ૨૦૦૫થી ૨૦૨૨ સુધી મારા ફંડ અને લોકભાગીદારીથી કરવામાં આવેલ છે.

* વન્‍યજીવ પ્રશ્નોતરી પરીક્ષા (વિનામુલ્‍યે) (કુલ ૩૮૧૦૦૦ વિદ્યાર્થીઓ)

* પ્રકૃતિ સમર્પિત વિરલાઓનું સન્‍માન (૧૭૮)

પ્રકૃતિ અનુભૂતિ શિબિરો (પ્રતિ ૨૦ રૂ) (કુલ ૫૭૯૦૦ વિદ્યાર્થીઓ)

* શેઢે સિતાફળી (૧૧૦૦૦ રોપાઓનું પડતર કિંમતે વિતરણ)

*   વાડીએ વડ (૮૧૦૦ રોપાઓ નું પડતર કિંમતે વિતરણ)

* ફળિયામાં લીંબુડી (૫૦૦૦૦ રોપાઓનું પડતર કિંમતે વિતરણ)

* અશોક, મલેસિયન સાગ, સફેદ ચંદન (૧૨૦૦૦ રોપાઓ નું પડતર કિંમતે વિતરણ)

* કલમી ફળાઉ રોપાનું ૩૦% કિંમત માં વિતરણ (૨૦૦૭ થી ૨૦૨૨ દરમિયાન કુલ ૨૪૦૦૦૦ રોપાઓ)

* દેસી કુળ ના રોપા (૨૭૫૦૦૦ રોપાઓનું પડતર કિંમતે વિતરણ)

* આયુર્વેદિક છોડ (૧૨૦૦૦ રોપાઓનું પડતર કિંમતે વિતરણ)

*   ટીસ્‍યુ કેળના રોપા (૮૦૦૦ રોપાઓનું પડતર કિંમતે વિતરણ)

*   આંગણે વાવો શાકભાજી (૨૦ જાત ના બિયારણ ના નાના પેકેટ ૫ રૂ લેખે, ૨૨૫૦૦૦ પેકેટનું વિતરણ)

* ફીંડલા(હાથલા થોર) સરબત અને ફળ નું વેચાણ, આ વેચાણ મજૂરો જાતે જ કરે છે, હું પ્રચાર અને વેચાણ વ્‍યવસ્‍થા વિનામુલ્‍યે કરી આપું છું. (દરવર્ષે બત્રીસ લાખ નું વેચાણ તેઓ કરે છે)

* દેસી પીણાંના સરબતો વિનામુલ્‍યે પાવામાં આવે છે : (૧) આંબલવાણું  (૨) મધ સરબત  (૩) વરિયાળી સરબત  (૪) તકમરિયાં સરબત (૫) લીંબુ સરબત (૬) ફીંડલાં સરબત (૭) આદું સરબત

* રામ કી ચિડિયા રામ કા ખેત, ખેડૂતો પોતાના ખેતર ના શેઢે જુવાર અથવા બજાર ની એક લાઇન વાવે છે, અમારા પ્રયત્‍નો થી ૩૦૦૦૦૦ ખેડૂતો એ આવું વાવેતર કરેલ છે.

* ચકલીઘર, વિચાર અને માળા ની ડિઝાઇન ભારત માં સૌપ્રથમ મારી છે. (૨૦૧૦ થી ૨૦૨૨ સુધી માં ૬ લાખ માળા ટોકન દરે વિતરણ)

* ઉતરાયણ - સવારે ૧૦ થી સાંજે ૫ સુધી પતંગ ચગાવવાથી પક્ષીઓને ઓછું નુકશાન થાય છે, તે વિચાર મારો છે.

* આકાશવાણી અને ટીવી ચેનલમાં અત્‍યાર સુધી પર્યાવરણ બાબત ના ૨૪ કાર્યક્રમો આપેલ છે.

*   પર્યાવરણ યાત્રા અને અંધશ્રદ્ધા ના કાર્યક્રમો દર વર્ષે કરીએ છીએ.

* વર્ષાદી પાણી ધરતીમાં ઊતારવું અને તેનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે લોકો ને જાગૃત કરીએ છીએ.

* પોર્ટેબલ પ્‍લાસ્‍ટિક ના ચબૂતરા (વર્ષ ૨૦૧૦ થી દર વર્ષે એક લાખ ચબૂતરા નું વિતરણ, ૧૦ રૂ લેખે)

* ખરખોડી અને કૃષફળ ના રોપાનું રાહત દરે વિતરણ.

હરિયાળું ગામ, ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી માં દર વર્ષે અલગ અલગ ૧૦૦ ગામ માં ગામ દીઠ ૫૦૦ રોપાનું વિનામુલ્‍યે વિતરણ.

ખેડૂત હાટ, ૨૦૧૨ થી શરૂ,

ઞ્જ રાજકોટમાં ૧૫૦ફુટ રિંગ રોડ પર દર રવિવારે

ઞ્જ રાજકોટમાં ઉપલા કાંઠામાં ભૂષણ સ્‍કૂલ પર દર મહિનાના ત્રીજા રવિવારે

ઞ્જ મોરબી માં દર મહિના ના બીજા રવિવારે

ઞ્જજામનગરમાં દર મહિનાના બીજા અને ચોથા રવિવારે

આ ખેડૂત હાટમાં ખેડૂતો પોતાની ચીજવસ્‍તુઓ જાતે વેચવા આવે છે, હું માત્ર જગ્‍યા અને માર્કેટિંગ વિનામુલ્‍યે કરી આપું છું, દર રવિવારે અંદાજે ચાર લાખ રૂપિયા નું વેચાણ થાય છે.

* મારા પુત્ર પ્રો. અર્જુન બાલા ના લગ્ન સાદાઈ થી કરી ૨૦૧૩ થી  ૨૦૨૦ સુધીમાં સૌરાષ્‍ટ્રના વિવિધ વિસ્‍તારોમાં દર ચોમાશે કલમી ફળાઉ રોપાનું રાહત દરે વિતરણ થાય છે, અત્‍યાર સુધીમાં કુલ બે લાખ રોપાનું રાહત દરે વિતરણ થયેલ છે.

* મધ માખી ઉછેર માટે ૭ સેમિનારો વિવિધ વિસ્‍તાર માં કરેલ છે.

* નેપીયર હીરામણી બુલેટ ઘાસ ની ગાંઠો નું વિનામુલ્‍યે વિતરણ કરીએ છીએ.

* અળસીયાનું ખાતર ખેડૂતો બનાવતા થાય તે માટેના સઘન પ્રયાસો.

* અલગ અલગ ધાર્મિક જગ્‍યાઓમાં દર મહિને સફાઇ અભિયાન

* બાળકો મજબૂત અને ખડતલ થાય તેવા હેતુ થી શેરી રમતો, ૨૦૧૬ થી દર વર્ષે કુલ ૨૦૦ ગામો ની સ્‍કૂલો માં જઇ વિનામુલ્‍યે વિદ્યાર્થીઓને શેરી રમતો રમાડું છું.

*કુલ ૪ બૂકોનું સંકલન કરેલ છે,

(૧)જાણો સાપ ને

(૨) ઘરગથ્‍થુ ઉપચાર

(૩) અનુભવો નો નિચોડ (કહેવતો નો સંગ્રહ)

(૪ )પર્યાવરણ જાડવણી માટે હું શું કરી શકું?

* ૨૦૨૨ માં બાલસપ્તાહ નું આયોજન કરેલ, જે ૭ દિવસની નિવાસી શિબિર હતી, જેમાં સૌરાસ્‍ટ્રના વિવિધ વિસ્‍તાર માંથી ધોરણ ૫ થી ૮ ના કુલ ૯૦ વિધ્‍યાર્થીઓ એ ભાગ લીધેલ, જેમાં બાળકો ને ૨૦ જાતની વિવિધ પ્રવૃતિઓ કરાવેલ, બાળકો માં વિરાટ શક્‍તિઓ પડેલી છે તેને બહાર લાવવાની માથામણ કરી.

* પર્યાવરણ માટે એવોર્ડ મળેલ છે

(૧) ૧૮ વરણ ની રામકથા (રાજકોટ)

(૨) ગાર્ડી એવોર્ડ

(૩) ફૂલછાબ એવોર્ડ

(૪) લોકભારતી એવોર્ડ

(૫) રાજકોટ રત્‍ન એવોર્ડ

(૬) વન પંડિત એવોર્ડ (લોકો ને અપાતો આ એવોર્ડ વન અધિકારીને પહેલી વાર મળેલ છે)

* ૨૦૧૩માં ચિત્રલેખા દ્વારા ૬૩ ગુજરાતીમાં સમાવેશ (જેમાં મોદી સાહેબ, પ્રમુખ સ્‍વામી, રમેશભાઈ ઓઝા વગેરેનો સમાવેશ છે.

આ બધી કામગીરી સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં કરવામાં આવેલ છે.

હું ૨૦૧૬માં નિવૃત થયેલ બાદ સંપૂર્ણ સમય અને શક્‍તિ પર્યાવરણ માટે વાપરું છું.

વી. ડી. બાલા  પ્રમુખ, નવરંગ નેચર ક્‍લબ - રાજકોટ  મો - ૯૪૨૭૫૬૩૮૯૮. (૨૨.૧૭)દાતાઓને પણ સહયોગ

 

નવરંગ ક્‍લબ દ્વારા પ્રકૃતિ અનુભૂતિ શિબિર

રાજકોટ : શિયાળો માં કુલ ૨૦૦ ગામમાં વિદ્યાર્થીઓને શેરી/દેસી રમતો રમાંડવા જાવ છું ત્‍યાં વિદ્યાર્થીઓ રમતો રામડવાની સાથે સાથે તેઓને બેસાડી શેરી રમતના ફાયદાની માહિતી આપું છું અને દેસી ખોરાક, વ્‍યસનમુક્‍ત જીવન અને પર્યાવરણ જાળવણી માટે તમે શું કરી શકો તેની વાતો વિગતે કરું છું.  પ્રતિ વર્ષ ૩૫,૦૦૦ બાળકોને રમાડે છે.

ઉનાળામાં કુલ ૨૦૦ ગામોમાં જઈ બાળકોને આંગણે/વાડીએ વાવો શાકભાજીની વિગતે વાતો કરી કુલ ૧૨ જાતના દેસી શાકભાજીના બિયારણો (નાના પેકેટો) ચોમાસામાં વાવવા આપું છું, બિયારણમાં વેલાવાળા શાકભાજી મુખ્‍ય હોય છે. આ બિયારણના નાના પેકેટો અમને ૫ રૂ માં પડતર થાય છે અને તે હું ૫ રૂ લેખે વિતરણ કરું છું. પ્રતિ વર્ષ શાકભાજી બિયારણના એક લાખ પેકેટ વિતરણ કરાય છે.

ચોમાસામાં કુલ ૨૦૦ ગામ માં કલમી ફળાઉ રોપા જેવા કે કેસર કલમી આંબા, કાલીપતિ કલમી ચીકુ, નાળિયેરી અને દેશી કુલના રોપાઓ ઊંડા ઊંડા ગામોમાં જઈ રાહત દરે વિતરણ કરું છું, બજારમાં ૨૦૦ રૂનો વેચતો કલમી આંબો હું માત્ર ૧૦૦ રૂા. માં ત્‍યાં જઈ ખેડૂતોને આપું છું, ખેડૂતોને ઘરબેઠા રોપાઓ મળે તો તેઓ ઉછેરતા હોય છે. પ્રતિ વર્ષ ૧ લાખ કલમી  ફળાઉ રોપા રાહતદેર અપાય છે.

નવરંગ નેચર ક્‍લબ - રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ અનુભૂતિ શિબિરનું વનચેતના કેન્‍દ્ર - થોરાળા વીડી (રાજકોટ) ખાતે આયોજન તારીખ ૨૬/૧૨/૨૦૨૨ થી ૦૫/૦૧/૨૦૨૩ સુધી કરેલ.  વનચેતના કેન્‍દ્ર - થોરાળા વીડી (રાજકોટ) ખાતેનો એક મોટો હોલ સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા વિનામૂલ્‍યે આ શિબિરના હેતુ માટે આપવામાં આવેલ.

આ શિબિરમાં દરરોજ બપોરે ૩ વાગ્‍યે પહોંચવાનું હોય અને બીજે દિવસે ૧૧ વાગ્‍યે વિદાય હતી.  આ શિબિરમાં વિદ્યાર્થીઓ પાસે થી માત્ર ૨૦ રૂપિયા લેવામાં આવેલ અને તે રૂપિયા તેના પ્રશિક્ષક શ્રી દેવરાજભાઈ જમોડ (રે-હિંગોળગઢ)ને આપવામાં આવેલ. આ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ પોતાનું જમવાનું અને ઓઢવા/પથરવાનું સાથે લાવેલ, ઓછામાં ઓછી જરૂરિયાતથી કેમ જીવાય તે શિખવવાના પ્રયત્‍નો કરેલ.

શિબિરમાં નીચે મુજબની સ્‍કૂલોએ ભાગ લીધો

(૧) ૨૬/૧૨/૨૦૨૨, ક્રિષ્‍ના ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ - ત્રંબા (ભાઈઓ - ૫૮)

(૨) ૨૭/૧૨/૨૦૨૨, ક્રિષ્‍ના ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ - ત્રંબા (ભાઈઓ - ૫૭)

(૩) ૨૮/૧૨/૨૦૨૨, જલારામ સ્‍કૂલ - રાજકોટ (ભાઈઓ/બહેનો - ૫૫)

(૪) ૨૯/૧૨/૨૦૨૨, સાંદીપની સ્‍કૂલ - મવડી, રાજકોટ (ભાઈઓ - ૬૦)

(૫) ૩૦/૧૨/૨૦૨૨, ક્રિષ્‍ના ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ - ત્રંબા (બહેનો - ૨૪)

(૬) ૩૧/૧૨/૨૦૨૨, સાંદીપની સ્‍કૂલ - મવડી, રાજકોટ (ભાઈઓ/બહેનો - ૬૦)

(૭) ૦૧/૦૧/૨૦૨૩, પી. બી. પટેલ સ્‍કૂલ - રાજકોટ (બહેનો - ૫૨)

(૮) ૦૨/૦૧/૨૦૨૩, પી. બી. પટેલ સ્‍કૂલ - રાજકોટ (ભાઈઓ - ૩૮)

(૯) ૦૩/૦૧/૨૦૨૩, મંગલમૂર્તિ સ્‍કૂલ - રાજકોટ (ભાઈઓ/બહેનો - ૫૭)

(૧૦) ૦૪/૦૧/૨૦૨૩, સત્‍યમ સ્‍કૂલ - રાજકોટ (ભાઈઓ - ૬૩)

(૧૧) ૦૫/૦૧/૨૦૨૩, સત્‍યમ સ્‍કૂલ - રાજકોટ (બહેનો - ૬૫)

આમ કુલ ૫૮૯ વિધ્‍યાર્થીઓ ને વન-વગડા માં ફેરવી કુદરત ની અનુભૂતિ કરવી, જેમાં પક્ષીદર્શન, વનસ્‍પતિદર્શન, આકાસદર્શન અને દેસી રમતો રમાડેલ.  વીડી ના મુખ્‍ય રસ્‍તા પર રાત્રે બેટરી વિના અંધારા માં ૧ કિલોમીટર બાળકો ને ચલાવેલ, ત્‍યાં ટેકરા પર બેસાડી આકાશદર્શન કરાવેલ અને ત્‍યાં જ સાંસ્‍કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા કરવામાં આવેલ.  આ શિબિર દરમિયાન દરરોજ વિવિધ ક્ષેત્ર ના તજજ્ઞો એ તેના અનુભવ ની વાતો કરી.

આ શિબિરને સફળ બનાવવા માટે વી. ડી. બાલા અને ઉર્વેશભાઈ પટેલ (સાંદીપની સ્‍કૂલ) એ જેહમત ઉઠાવેલ, સામાજિક વનીકરણ વિભાગ - રાજકોટ તરફ થી ખૂબ સહયોગ મળ્‍યો.

(3:47 pm IST)