Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘ પરિવારના બાળકો માટે વિવિધ સ્‍પર્ધાઓઃ ઇનામો

રાજકોટઃ હિરેન મહેતા(ડિવિઝનલ સેક્રેટરી વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટ ડિવિઝન)ની યાદી મુજબ ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત રેલ કર્મચારીઓના બાળકો, રેલ પરિવારની મહિલાઓ તથા કર્મચારી મહિલાઓ માટે રંગચૂરણી ચિત્રકામ ૫૦ મીટર ૧૦૦ મીટર ૨૦૦ મીટરની દોડ કોથળાદોડ સંગીત ખુરશી વકતૃત્‍વ સ્‍પર્ધા જેવી અનેક હરીફાઇઓનું આયોજન કરવામાં આવેલ, જેમાં ૨૦૦થી વધારે રેલ કર્મચારીઓના બાળકોએ ભાગ લીધો હતો,.

ઇનામ વિતરણ સમારોહમાં ડિવિઝનલ સેક્રેટરી સેક્રેટરી હિરેન મહેતા એ શાબ્‍દિક સ્‍વાગત કરતા કહયુ હતુ કે આજના ટેકનોલોજીના આ સમયમાં સ્‍પોટર્સ ખેલકૂદ અને બાળપણની રમતો લુપ્ન થતી જાય છે ત્‍યારે અમે આવા આયોજન કરીને બાળકોમાં ખેલકૂદ પ્રત્‍યે રૂચિ વધે એવા પ્રયત્‍નો કરીએ છીએ. આ પ્રસંગે ઉપસ્‍થિત મહેમાનોનું ભાગ લેનાર બાળકોનું તથા તેમના માતાપિતાઓનો હું ધન્‍યવાદ કરું છું કે જેઓએ ઉપસ્‍થિત રહી અમારા આ આયોજનને શાનદાર રીતે સફળ બનાવ્‍યુ છે.

આ પ્રસંગે ડિવિઝનલ રેલ્‍વ મેનેજર શ્રી અનિલકુમાર જૈનએ કહયુ કે મજદૂર સંઘ દ્વારા કર્ર્મચારીઓ માટે કરવામાં આવતી વિવિધ સેવાઓથી હું પ્રભાવિત થયો છું ખરેખર રેલ કર્મચારીઓના કલ્‍યાણ અર્થે કાર્ય કરતી આ સંસ્‍થા અને તેના મજબૂત લીડર શ્રી હિરેન મહેતાને અભિનંદન પાઠવું છું આ સફળ કાર્યક્રમ બદલ ફરી એક વખત વેસ્‍ટર્ન રેલ્‍વે મજબૂત સંઘની પુરી ટીમને અભિનંદન આપુ છું.

આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત મુખ્‍ય મહેમાન વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી શ્રી આર જી કાબરજીએ જણાવ્‍યુ કે હિરેન મહેતા એક મજબૂત અને સતત રેલ કર્મીઓ માટે ઉભા પગે સેવા આપનાર વ્‍યકિતત્‍વ તરીકે લોકપ્રિય છે, પ્રતિષ્‍ઠિત છે. આવા શાનદાર અને સફળ કાર્યક્રમનું આયોજન કરવું આટલા મોટી સંખ્‍યામાં બાળકોને ભેગા કરવા એ ખૂબ અઘરુ કામ છે. જે તેઓ કરી બતાવેલ છે. તેઓને આવા સફળ આયોજન કરવા બદલ હિરેન મહેતા તથા તેમની ટીમને અભિનંદન પાઠવું છું.

આ હરીફાઇમાં ડબલ્‍યુ આર ડબલ્‍યુ ડબલ્‍યુઓના પ્રેસિડેન્‍ટ શ્રીમતી વિદુ જૈન, વાઇસ પ્રેસિડન્‍ટ શ્રીમતી મિતા સૈની તથા સેક્રેટરી શ્રીમતી વિનીતાએ હરીફાઇના નિર્ણાયક તરીકે સેવા આપેલ હતી અને તેમના હસ્‍તે ઇનામ વિતરણ કરી બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા. કલોઝિંગ સેરેમની કાર્યક્રમમાં એડીઆરએમ શ્રી જીપી સૈની, સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જૈફ, સિનિયર ડીએસટી હરિશંકર આર્ય, સીએમએસ ડો.રાજકુમાર, સિનિયર ડી ઓ એમ કેપ્‍ટન આર સી મીના, એપીઓ ટી અમૃત સોલંકી શ્રીમતી  જયોતિ મંગલ શ્રીમતી રૈયારેલા વગેરે ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સિજુ પિલ્‍લાઇ, ઇકબાલભાઇ, હરદેવસિંહ જાડેજા, જયેશભાઇ ડોડીયા, જસ્‍મીન ઓઝા, બીપીનભાઇ વ્‍યાસ, ડીએસ શર્મા, જતીન જોશી, નરગીર સિંગ, એચ.પી. સિંગ, હિતેશ સોલંકી, અજય આચાર્ય, મુકેશ રાઠોડ, એમ.કે.જાડેજા, વિષ્‍ણુદાન ગઢવી, શકિતદાન ગઢવી, મનીષ અગ્રવાલ, કેતન ભટ્ટી, રાજેશ મીના, હિતેશ પરમાર, ઝાકીર જામ, દર્શન કાસુન્‍દ્રા, નરેન્‍દ્રભાઇ, દીપકભાઇ, ચંદ્રેશ ત્રિવેદી, શૈલેષ ઓઝા, તુષાર જોશી, ભુપત ચાવડા, હિતેશ ભટ્ટ, હર્ષ સાયગલ, રામ અવતાર મીના, વિજય કેન્‍દ્રે, પ્રવિણ ઇગલે, શર્મા, હિતેશ ભટ્ટ તથા મહિલા વિંગમાં શ્રીમતી અવની ઓઝા, પુષ્‍પા ડોડીયા, વિક્રમ બા, ધર્મિષ્‍ઠા થોરીયા, હિરલ પાંચાલ, ધર્મિષ્‍ઠા પૈજા, મુમતાજ દોમાન, જયોતિ પંડિત, કવિતા જોશી, નીતા પરમાર, વહીદા, અવની દુબલ, પન્નાબા, સોનલ નૈયા, સોનલબા, મનીષા વાળા, ભારતી મહેતા, સંતોષ કુમારી, બીના દેવી, જયોતિ મહેતા, મીનાબેન દેત્રોજા, વગરેએ જહેમત ઉઠાવી હતી

(3:46 pm IST)