Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કોઠારીયા રોડ જીત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે થયેલ ખુન કેસમાં આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા. ૩૦: રાજકોટમાં કોઠારીયા રોડ જીત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે થયેલ મર્ડરમાં પકડાયેલ આરોપીઓ (૧) નીલેશભાઇ રાજેન્દ્રભાઇ કૌરન (ર) નિર્મળભાઇ ભીખારીભાઇ ભોય (૩) જેતાધરભાઇ રૃપાભાઇ કૌશન (૪) સુસાન્તભાઇ સહદેવભાઇ બાગ (પ) ભુપીનભાઇ કુમારભાઇ માજીનના એડવોકેટ રાજકોટ સેશન્સ કોર્ટમાં જાીમન અરજી કરતા રેગ્યુલર જામીન અરજી મંજુર કરેલ છે.

વધુ વિગત મુજબ રાજકોટમાં રહેતા મહેન્દ્રભાઇ રાજેન્દ્રભાઇ ભોય એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં તા. ૦પ-૦૯-ર૦રર ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી જેમાં જણાવેલ કે ફરીયાદીના ભાઇ સુરશેભાઇ રાજેન્દ્રભાઇ તેમજ આરોપીઓ બન્ને ઓરીસા રાજયના એકજ ગામના હોય અને રાજકોટમાં સ્વાતીપાર્ક પાસે એકજ જગ્યાએ મજુરી કામ કરતા હોય અને આરોપી પ્રશાંતભાઇ કુમારમણી પાત્રા એ સુરેશ સાથે પોતાના વતનમાં સૌથી મોટો માણસ થવાની પ્રસિધ્ધિ મેળવવા બાબતે માથાકુટ ઝગડો કરી સુરેશનેમ ાથામાં તથા મોઢા ઉપર ડાબી આંખની નેણ ઉપર તથા દાઢીના ભાગે તથા ડાબા કાન પાસે મોટી ઇંગ વડે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવવા બાબતની પોલીસમાં ફરિયાદ કરેલ હતી જેમાં આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા આઇ.પી.સી. કલમ ૩૦ર, ૧ર૦(બી), ર૦૧, ૧૧૪, તેમજ જી.પી.એકટની કલમ ૧૩પ(૧) મુજબનો ગુનો નોંધેલ હતો જેમાં આજીડેમ પો. સ્ટે. દ્વારા ૬ આરોપીઓની જેમાનાં (૧) નીલેશભાઇ રાજેન્દ્રભાઇ કૌરન (ર) નિર્મળભાઇ ભીખારીભાઇ ભોય (૩) જેતાધરભાઇ રૃપાભાઇ કૌરન (૪) સુસાન્તભાઇ સહદેવભાઇ બાગ (પ) ભુપીનભાઇ કુમારભાઇ માજીનની ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ પો. સ્ટે. દ્વારા ચાર્જસીટ કરેલ હતું.

આ કામે આરોપીઓ (૧) નીલેશભાઇ રાજેન્દ્રભાઇ કૌરન (ર) નિર્મળભાઇ ભીખારીભાઇ ભોય (૩) જેતાધરભાઇ રૃપાભાઇ કૌશન (૪) સુસાન્તભાઇ સહદેવભાઇ બાગ (પ) ભુપીનભાઇ કુમારભાઇ માજીન એ જામીન અરજી કરતા એડવોકેટ શ્રી કલ્પેશ એલ. સાકરીયા તથા રાહુલ બી. મકવાણા, ભાર્ગવ ડી. બોડા, લલીત કે. તોલાણી, નિપુલ આર. કારીયા, પરેશ એન. કુકાવા, કશ્યપ ભટ્ટ, જુનીયર આસીસ્ટન તરીકે મીલન પી. થોરીયામેર અને કાનજી સી. શેખની રજુઆત ધ્યાને લઇને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

(3:45 pm IST)