Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જવલ્‍લે જ જોવા મળતા પેશાબની ઇન્‍દ્રિયના ફ્રેકચરની કરવામાં આવેલ સારવારનો કિસ્‍સો

 

સૌરાષ્‍ટ્રની ખ્‍યાનામ રાજકોટ સ્‍થિત શ્રી ગિરિરાજ હોસ્‍પિટલના યુરોલોજી વિભાગમાં તાજેતરમાં એક જવલ્લે જ જોવા મળતો કિસ્‍સો આવ્‍યો હતો. જેમાં એક યુવાનને સહવાસ દરમિયાન તેની ઇન્‍દ્રિયમાં ફ્રેકચર થયેલ. જેને મેડીકલ ભાષૉમાં પેનાઇલ ફ્રેકચર તરીકે ઓળખવામાં આવે છે. હોસ્‍પિટલના ઇમરજન્‍સી વિભાગમાં દર્દી અસહય દુઃખાવાની સાથે મળેલ. હોસ્‍પિટલના યુરોલોજીસ્‍ટ ડો.પ્રતિક અમલાણીએ દદીૈએ તપાસી ઇન્‍દ્રિયના ફ્રેકચરનું નિદાન કરેલ અને તેનું તાત્‍કાલિક જટિલ, ઉચ્‍ચકક્ષાના સર્જીકલ કૌશલ્‍ય વડે ઓપરેશન કરી દર્દીને પીડામુકત કરેલ.

આ કિસ્‍સા બાબતે કીડની, પથરી, પ્રોસ્‍ટેટ અને જનન અવયવના નિષ્‍ણાંત યુરોલોજીસ્‍ટ ડો.પ્રતિક અમલાણીએ જણાવ્‍યું હતુ કે પુરુષની ઇન્‍દ્રિયમાં કોઇ હાડકું નથી હોતું, છતા તેમાં ફ્રેકચર થવાનું જોખમ રહેલુ છે. સમાગમ સમયે વધુ પડતી ઉતેજના આવવાથી સંભોગ દરમિયાન ઇન્‍દ્રિયમાં લોહી નીકળવાના કારણે સોજો આવે છે અને ઇન્‍દ્રિયના રસ્‍તામાં ઇજા થવાથી લોહી નીકળે છે. તેને પેશાબની ઈન્‍દ્રિયનું ફ્રેકચર કહેવામાં આવે છે. આવા કિસ્‍સા જવલ્લે જ જોવા મળતા હોય છે. જેમાં દર્દીનું તાત્‍કાલીક ઓપરેશન કરવું પડે છે. જો તેમ કરવામાં મોડુ થાય તો દર્દીને જીવનભર પેશાબની ઇન્‍દ્રિયમાં સ્‍તંભન શકિતનો અભાવ, કડકાઇપણા, ૈઉતેજીત થવામાં અવરોધ વગેરે જેવી તકલીફ થવાની શકયતાઓ રહે છે.

સામાન્‍ય રીતે પેશાબની ઇન્‍દ્રિય ફ્રેકચરના આ મુજબ લક્ષણો જોવા મળે છે. સંભોગ દરમિયાન પેશાબની ઇન્‍દ્રિયમાં કંઇક તુટવા જેવો અવાજ આવવો, પેશાબની ઇન્‍દ્રિયમાં સ્‍તંભન શકિત ન રહેવી, પેશાબની ઇન્‍દ્ગિયમાં અસહય દુઃખાવો થવો, પેશાબની ઇન્‍દ્રિય વાંકી વાળવી અથવા સ્‍થિતિ બદલાવી, પેશાબમાં લોહી આવવું, પેશાબ ઉતરવામાં તકલીફ થવી. પેશાબની ઇન્‍દ્રિયમાં ફ્રેકચર તીવ્રતાથી સમાગમ સમય અથવા તીવ્રતાથી હસ્‍તમૈથુન સમય ગંભીર ઇજા થવાથી થતું હોય છે. જેની સારવાર તાત્‍કાલીક કરવું અત્‍યંત જરૂરી હોય છે, જો સારવારમાં વિલંબ થવાથી જીવનભર દર્દીએ જાતીય જીવનમાં તકલીફ સહન કરવી પડતી હોય છે. આવા કિસ્‍સામાં શરમ-સંકોચ છોડી નિષ્‍ણાંત યુરોલોજીસ્‍ટ ડોકટરનો સંપર્ક કરી સારવાર કરાવવી જોઇએ

ડો. પ્રતિક અમલાણી

(3:45 pm IST)