Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

બોગસ દસ્તાવેજના ગુ઼નામાં આરોપીનીચાર્જશીટ બાદની જામીન અરજી રદ

રાજકોટ તા. ૩૦: બોગસ દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ર૧-૧૦-રર ના રોજ ફરીયાદી પ્રદિપસિંહ નિકુલસિંહ સરવૈયા રહે. રૃરલ હાઉસીંગ ટેનામેન્ટ એ.જી. સોસાયટી પાસે કાલાવડ રોડ વાળાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે આરોપી રમેશ રાણાભાઇ મકવાણા એ તેમની સાથેના અન્ય આરોપીઓએ ભેગા મળી રોણકી ગામના રેવન્યુ સર્વે નં.: ૪૭ પૈકી ૧૧ પૈકી ૧ પૈકી ૧ ની જમીન પોતાની માલીકીની નહીં હોવાનું જાણવા છતાં પોતે બનાવછેલ ખોટો દસ્તાવેજ ફરિયાદીને બતાવી ફરિયાદી સાથે જમીનનો સોદો કરી રૃપિયા એક કરોડથી વધુ રકમ લઇ ફરીયાદી સાથે ઠગાઇ કર્યાનો ગુન્હો નોંધાવેલ.

પોલીસે આરોપી રમેશ રાણાભાઇ મકવાણા વિગેરેની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરેલ ચાર્જશીટ પછી આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે અગાઉ ૧પ જેટલા ગુન્હા નોંધાયેલા છે. અને જ ો તેને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હાઓ કરશે તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી જે. ડી. સુથારે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:44 pm IST)