Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રાત્રે પ્રિન્‍સેસ રીમ્‍પા શિવાના સોલો તબલાવાદન કાર્યક્રમ

રસરાજ પ્રભુ મદનમોહન લાલજીનું આગમન : મહોત્‍સવનો પ્રારંભ

રાજકોટ તા. ૩૦ : સપ્‍તમપીઠ શ્રી મદનમોહનલાલ પુષ્‍ટિ માર્ગીય હવેલી ટ્રસ્‍ટ (કામવન - રાજકોટ)ને અંતર્ગત તા. ૨૯ જાન્‍યુ. થી તા. ૬ ફેબ્રુ. સુધી માણનારા શ્રી રસરાજ રશેષ મહોત્‍સવનો દિવ્‍યતા ભર્યો પ્રારંભ આજે રાત્રિનાં સપ્‍તમનિધી શ્રી મદનમોહન પ્રભુના નગર આગમન અને વિરાટ સ્‍વાગત શોભાયાત્રા' સાથે થયો હતો.

શ્રી મદનમોહન પ્રભુનું તા. ૨૯ની રાત્રે ૮.૩૦ વાગ્‍યે નડીયાદથી આગમન થતાં સેંકડો વૈષ્‍ણવો પ્રભુને સત્‍કારવા - નગરનાં સીમાડે ગયા હતા. જ્‍યાંથી ભાવપૂર્વક પ્રભુને ૬/૧૨ જયરાજ પ્‍લોટ ખાતે હવેલીના ટ્રસ્‍ટ જીજ્ઞેશભાઇ રાણપરાના નિવાસ વ્રજકમલ' ખાતે પધરાવ્‍યા હતા, અહિં પ્રભુને હળવા શ્રમ નિવારણ અને વિરામ સાથે - પરિશ્રમ ભોગ ધરી - સ્‍વાગત શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

જેને ૧૦૦ બાઇક સવારોની સાફા-ઝંડાધારી યુવાઓની રેલી દ્વારા જયઘોષ સાથે પાયલોટીંગ કરાયું હતું. ૫૧ કળશધારી બહેનો ઘોળ-કિર્તનો ગાતા - પ્રભુની આગેવાની કરી હતી.

શ્રી મદનમોહન પ્રભુનો જયઘોષ કરતા સેંકડો વૈષ્‍ણવો સાથેનો રસાલો વાજતે-ગાજતે પેલેસ રોડ, ગુંદાવાડી ચોકી, કેનાલ રોડ થઇ લક્ષ્મીવાડી હવેલી તરફ પ્રસ્‍થાન કરેલ હતી.

રસ્‍તામાં ઠેર-ઠેર જયઘોષ' સાથે નગરજનો દ્વારા પ્રભુને પુષ્‍પમાલા અને ફુલોની વૃષ્‍ટિ સાથે સ્‍વાગત કરાયું હતું. હજારો ફુલોની છોળોથી નગરના રાજમાર્ગો રંગીન થયા હતા. સમગ્ર શોભાયાત્રામાં સપ્‍તમપીઠના આચાર્યો ગૌ.શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી - ગૌ.શ્રી અનિરૂધ્‍ધલાલ મહોદયશ્રી અને લાલન ગો.ચિ. રશેષબાવા સહિત સમગ્ર પરિવાર જોડાયો હતો.

આમ આ સ્‍વાગત રસાલો' શ્રી લક્ષ્મીવાડી હવેલીએ પહોંચ્‍યો. સંપ્રદાયીક રીતી પ્રમાણે પ્રભુનાં શયનભોગ અને શયન દર્શન ઉપરાંત સાતેય દિવસનાં નિર્ધારણ પ્રમાણે પ્રભુના શયન અને વિશેષ શૈયા મંદિરમાં થયા હતા.

તા. ૩૦ને સોમવારની સાંજે ૬.૩૦ વાગ્‍યે મહોત્‍સવ પંડાલ ખાતે પ્રભુને વિશેષ મનોરથ સ્‍વરૂપે સુકામેવાના બંગલા'માં સુકામેવાની સાંજી સાથેનું દિવ્‍ય દર્શન આરંભ થશે. વ્રજ વૃંદાવનથી સજાવટ માટે આવેલી ૨૦ જેટલા કારીગરોની ટીમ પ્રભુને નિત્‍યનૂતન કલાપૂર્ણ સજાવટ કરશે. દર્શનનો દિવ્‍ય લ્‍હાવો પ્રાપ્‍ત કરવા વૈષ્‍ણવોને નિમંત્રણ કરાયું છે.

તા. ૩૦ ની રાત્રિના ૧૦ વાગ્‍યાથી પ્રસ્‍તાવ પંડાલમાં સંપ્રદાયની પરિપાટી પ્રમાણે રાત્રિકાલીન શાષાીય' કાર્યક્રમોની શરૂઆત થશે.

તા. ૩૦ની રાત્રિએ કલકત્તાની તબલા પ્રિન્‍સેસ - રિમ્‍પા શિવા'નો સોલો તબલા વાદન કાર્યક્રમ આયોજીત થયો છે. સમારંભમાં રોજેરોજ અવનવા રાત્રિ કાલીન શાષાીય અને મનોરંજક કાર્યક્રમોનો રાષ્‍ટ્રીય કક્ષાનો અલભ્‍ય લ્‍હાવો પ્રાપ્‍ત કરવા રસિક શ્રોતાજનોને સમિતિ દ્વારા નિમંત્રણ કરાયું છે.

તા. ૬ ફેબ્રુઆરી સુધી ચાલનારા સમગ્ર શ્રી રસરાજ રશેષ મહોત્‍સવ'માં સૌરાષ્‍ટ્રભરના વૈષ્‍ણવ સૃષ્‍ટિને નિમંત્રણ કરાયું છે. બહારગામથી દર્શનાર્થે આવતા વૈષ્‍ણવો માટે સમિતિ દ્વારા શ્રી જશુભાઇ કાથડ મંડાણ ખત્રીવાડ, દરબારગઢ હવેલી પાસે બપોરે અને સાંજે બંને સમય પ્રસાદ (ભોજન)ની વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેનો સૌએ લાભ લેવા જણાવાયું છે.

પ્રસ્‍તાવમાં સેવા ભેટ અને વિશેષ જાણકારી માટે વૈષ્‍ણવ અગ્રણી ચીમનભાઇ લોઢીયા, હસુભાઇ ડેલાવાળા, જીતેશભાઇ રાણપરા, ગોવિંદભાઇ દાવડા, હિતેષભાઇ રાજપરા, સુભાષભાઇ શીંગાળા, હર્ષદભાઇ ફીચડીયા, સુરેશભાઇ કોટકનો સંપર્ક કરવા જણાવ્‍યું છે.

રોજ મનોરથ દર્શન

તા. ૩૦/૧ સોમવાર      : શયનમાં કલાત્‍મક સાંજી સાથે સુકામેવાના બંગલા

સાંજે ૬.૩૦ કલાકે       

તા. ૩૧ મંગળવાર       : શયનમાં વિવાહ ખેલ' મનોરથ

સાંજે ૬.૩૦ કલાકે

તા. ૧/૨ બુધવાર        : શયનમાં કેલના કલાત્‍મક બંગલા'માં અદ્‌ભૂત સજાવટ

તા. ૨/૨ ગુરૂવાર         : શયનમાં મહારાસ' દર્શન

સાંજે ૬.૩૦ કલાકે

તા. ૩/૨ શુક્રવાર         : કેળના બંગલા' છપ્‍પનભોગ દર્શન

બપોરે ૩ વાગ્‍યાથી

તા. ૪/૨ શનિવાર       : વસંત ઋતુને ઉજાગર કરતો દિવ્‍ય મનોરથ શયનમાં

સાંજે ૬.૩૦ વાગ્‍યે         ‘પુષ્‍પ વિતાન' અને ફુલફાગ હોરિ ખેલ

તા. ૫/૨ રવિવાર        : શયનમાં પ્રભુને ષટઋતુ' દર્શનનો અલભ્‍ય મનોરથ

સાંજે ૬.૩૦ વાગ્‍યે         જેમાં વૃંદાવનની સજાવટ કામગીરીનો નિચોડ હશે

તા. ૬/૨ સોમવાર       : રાજભોગમાં શ્રી લક્ષ્મીવાડી હવેલી ખાતે

બપોરે ૧૨ વાગ્‍યે          શ્રી મદનમોહન પ્રભુને પલના દર્શન થશે.

(3:41 pm IST)