Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સોનાની લગડીનું પાર્સલ ગુમ થયા અંગે વિમા પોલીસી કવર થતી નથી : મહત્‍વનો ચુકાદો

૧૦ લાખ ૬૬ હજારનું નુકશાન વળતર મળવાની ફરીયાદ રદ

રાજકોટ, તા. ૩૦:  આંગડીયા મારફત મોકલેલ ગોલ્‍ડ બાર (સોનાની લગડી) વિમા પોલીસી નીચે કવર થતી નથી.  સોનાની લગડીન પાર્સલ ગમ થવાના કેઈસમા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર કમીશન(અધિક) નો  ફરીયાદીની કુલ રૂ&.૧૦, ૬ ૬, ૬૦૦/- નકશાનીના મેળવવાની ફરીયાદ રદ કરતો મહત્‍વનો ચકાદો આપેલ હતો.

 આ કામે હરીલાલ લખમશી જવેલર્સ, અમદાવાદથી અંજાર મકામે ઓગડીયા એન.એમ.કંપનીઓગડીયા મારફત ૪૦૦ ગ્રામ સોનાની લગડી અંજાર મુકામે પોતાની બ્રાન્‍ચમા પહોંચાડવા માટે  તા.૧૬-૧ર-ર૦૧પ ના રોજ સદરહ આંગડીયા મારફત પાર્સલ કરેલ હત, પરંતુ ઉપરોકત પાર્સલ  અંજાર પહોંચેલ નહી, અને ગુમ થઈ ગયેલ હતુ. આથી ફરીયાદીએ ઉપરોકત બનાવ બાબત વિમા  કંપની સમક્ષ રજુઆત કરતા, વિમા કંપનીએ ફરીયાદીનો ક્‍લેઈમ મંજુર કરેલ ન હતો. આથી  હરીલાલ લખમશી જવેલર્સે, ગ્રાહક તકરાર નિવારણ કમીશન, રાજકોટ સમક્ષ કુલ ૧૦,૬૬,૬૦૦/- વળતરના મેળવવાની ફરીયાદ દાખલ કરેલ હતી.   

રાજકોટ ગ્રાહક તકરાર કમીશન (અધિક) વિમા કંપનીના સીની.ધારાશાષાીશ્રી  પી.આર.દેસાઈની દલીલો સાંભળી ફરીયાદીને રીસ્‍ક પોલીસીની ટર્મસ અને કન્‍ડીશન નં.૭(સી)  મુજબ કવર્ડ થતી નથી, અને પોલીસ ફરીયાદ પણ મોડી કરવામા આવેલ છે, તથા જદા જુદા  નેશનલ કમીશન તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રીફર કરી ફરીયાદીની ફરીયાદ ૨દ કરેલ છે.     આ કામમા ઈફકો ટોકીયો જનરલ ઈન્‍સયરન્‍સ કંપની વતી સીની.ધારાશાષાી શ્રી  પી.આર.દેસાઈ અને તેમની મદદમા એડવોકેટસશ્રીઓ, સનીલભાઈ વાઢેરકિરીટભાઈ  વોરા, અને શ્રી સંજય નાયક રોકાયેલ હતા.

 

(3:40 pm IST)