Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

લોધીકા તાલુકા ભાજપ પરિવાર દ્વારા ભાનુબેન બાબરીયાનું સન્‍માન

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૩૦:  લોધીકા તાલુકા ભાજપ  દ્વારા ગુજરાત રાજ્‍ય ના મહિલા અને બાળવિકાસ  કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા નો સન્‍માન સમારોહ યોજાયો હતો.

ગુજરાત રાજ્‍ય ના મુખ્‍ય મંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલ ના મંત્રી મંડળમાં રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય શ્રી ભાનુબેન બાબરીયા એક માત્ર મહિલા  મંત્રી છે તે પણ ગ્રામ્‍ય વિસ્‍તારના મતદારો માટે એક ગૌરવની વાત છે તેમજ મોટી લીડથી વિજેતા થયેલ છે સતત લોકો ના કામો માટે દોડતા રહેશે લોધીકા તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારોના ખેડુતો ની જમીન માપણી નો જે પ્રશ્ર્‌ન છે તે મંત્રી શ્રીને વિસ્‍તાર થી આપણે રજુઆત કરીશું   સાથે મંત્રી શ્રી ને તાલુકા ના વિકાસ ના  કામો માટે  રજુઆતો કરતા રહીશું   રાજકોટ લોધીકા સંધ ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું. 

શહેર ના વિસ્‍તાર સાથે  ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો ના જરૂરી વિકાસ ના કામોના પ્રશ્‍નોની  સરકાર મા રજુઆત કરીશ તેમ રાજકોટ શહેર ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાએ  જણાવ્‍યું હતું.  લોકો ના પ્રશ્‍નનો ઉકેલવા માટે આપ મને ગમે ત્‍યારે મળી શકો છો હુ પ્રશ્ર્‌નો સાભળી જરૂરી વિભાગ ને મોકલી આપીશ રાજકોટ સાંસદ સભ્‍ય મોહનભાઈ કુંડારીયાએ જણાવ્‍યું હતું.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી કહેતા કે આ વખતે મારે મારા બધા જુના  રેકોડ તોડવા છે અને ૧૫૬ સિટ ભાજપ ને મળી મને લિડ મળી  ત્‍યારે બધા વિડિયા વાળા મને પુછતા બેન તમે તમારો રેકોર્ડ તોડીયો મે જવાબ આપેલ આ રેકોર્ડ મેં નથી તોડ્‍યો મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ આ રેકોર્ડ તોડીયો છે આ તેમની જીત છે કાર્યક્રરોની જીત છે કાર્યક્રરોની મહેનત ની જીત  છે તેમ ગુજરાત રાજ્‍ય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા એ જણાવ્‍યું હતું.

આ સન્‍માન સમારોહમાં રાજકોટ ના સાંસદ સભ્‍ય મોહનભાઇ કુંડારીયા રાજકોટના  ૭૦ ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા રાજકોટ લોધીકા સંધના ચેરમેન નરેન્‍દ્રસિહ જાડેજા જીલ્લા પંચાયત ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા પંચાયત દંડક અલ્‍પાબેન તોગડીયા જીલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાગેલા  મનસુખભાઈ રામાણી નાગદાનભાઇ ચાવડા રાજકોટ ગ્રામ્‍ય પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડીયા મનહરભાઈ બાબરીયા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા લોધીકા તાલુકા ભાજપ અગ્રણી મયુરસિહ જાડેજા મોહનભાઈ ખુટ યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીત રાજકોટ જીલ્લા બેંક ડિરેક્‍ટર વિરભદ્રસિહ  મેટોડા જીઆઇડીસી એશોશિયેશન પ્રમુખ નરેન્‍દ્રસિહ જાડેજા મેટોડા  જ્‍યોતી સીએએનસી પરાક્રમસિંહ જાડેજા  ચંદુભાઈ વિરાણી (બાલાજી  વેફર) જીલ્લા ભાજપ મહામંત્રી ડો મનોજભાઈ કાછડીયા જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ તાલુકા મહિલા મોરચા પ્રમુખ જીજ્ઞાસાબેન રૈયાણી સિમાબેન જોષી રેખાબેન પરમાર તેમજ લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા અધ્‍યક્ષ ધનશયામભાઇ ભુવા   કનકસિંહ જાડેજા  વેલુભા જાડેજા મનસુખભાઈ સરધારા વિપુલભાઇ મોરડ યુવરાજ કુવાડીયા ભીખુભાઈ ડાંગર હરભમભાઇ કુગશીયા મયુર સિંહ જાડેજા પ્રવિણસિંહ ડાભી હનુભા ડાભી મહેન્‍દ્રસિંહ ડાભી બોદુભાઇ ઉમેશભાઈ દેસાઇ  કિશોરભાઈ ખીમસુરીયા  મૌલિક સભાયા સવજીભાઈ પરમાર તમામ ગામોના સરપંચો તાલુકા પંચાયત સદસ્‍ય દુધમંડળીના પ્રમુખો સહકારી મંડળી ના મંત્રી ઓ પ્રમુખો આગેવાનો ઉપસ્‍થિત  રહ્યા હતા.

(3:37 pm IST)