Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રાજકોટ એરપોર્ટ પર ન્‍યુઝીલેન્‍ડના વિરલ જોષીનું સન્‍માન કરતા રાજગોર બ્રાહ્મણ સેવાસંઘના પ્રમુખ

જૂનાગઢ : ગઇ કાલે જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલજોષી ન્‍યુઝીલેન્‍ડથી ત્રણ વર્ષ બાદ એક માસ માટે વતન ખાતે આવતા ગત રાત્રે રાજકોટ એરપોર્ટ ખાતે વિરલ જોષી આવી પહોંચતા તેમનું રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના પ્રમુખ બંકિમભાઇ મહેતાએ પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરી આવકાર્યા હતા. ત્‍યારે વિનુભાઇ જોષી, લલિતભાઇ ધાંધીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:57 pm IST)