Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કેમ્‍પેઈન એડને જાહેરાત પેટે આપેલ બે ચેક રીટર્નના કેસમાં અફસર બીટીયાના રાજેશ ગાંધીને એક વર્ષની સજા - ચેકની રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

૬-૬ લાખની રકમ વ્‍યાજ સાથે એક માસમાં ચૂકવવા અને આ રકમ ન ચૂકવે તો વધુ ૩ માસની સજાનો હુકમ : એડવોકેટ ડી.ડી. મહેતાની દલીલો અને રજૂઆતો માન્‍ય

રાજકોટ : વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાનું તથા કલાસીસને લગતો વ્‍યવસાય કરતી મુંબઈની એસબીઆઈસીના માલિકને જાહેરાત પેટે આપેલ અલગ અલગ બે ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા તથા ચેક મુજબની રકમ ચૂકવવા અને આ રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કોર્ટે કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે મુંબઈમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાનું તથા કલાસીસને લગતો વ્‍યવસાય કરતાં અફસર બીટીયા પ્રા.લી. એ તેના વ્‍યવસાયને લગતી જાહેરાતો વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ કરવા માટે રાજકોટના ધી કેમ્‍પેઈન એડસના પ્રોપરાઈટર શ્રીમતી ફાલ્‍ગુની ધર્મેશ શાહના કુલ મુખત્‍યાર ધર્મેશ શાહને કામ આપ્‍યુ હતું અને વિવિધ અખબારોમાં અપાયેલ જાહેરાતનું રૂા. ૨૫,૦૦,૯૧૮નું પેમેન્‍ટ બાકી હતું જે પેટે અફસર બીટીયા પ્રા. લી. વતી એસ.બી.આઈ.સી.ના પ્રોપરાઈટર રાજેશ ગોપાલદાસ ગાંધીએ ૬-૬ લાખના અલગ અલગ બે ચેક ધ કેમ્‍પેઈન એડસના પ્રોપરાઈટરના કુલમુખત્‍યાર ધર્મેશ શાહને આપ્‍યા હતા જે બંને ચેક રીટર્ન થતા અફસર બીટીયા પ્રા.લી.ના ડાયરેકટર દરજ્જે તથા એસ.બી.આઈ.સી.ના પ્રોપરાઈટર રાજેશ ગોપાલદાસ ગાંધી સામે ધી કેમ્‍પેઈન એડ્‍સએ રાજકોટની કોર્ટમાં નેગોશીએબલ એકટ કલમ ૧૩૮ મુજબ બે અલગ અલગ ફરીયાદો દાખલ કરતા કોર્ટે રાજશે ગોપાલદાસ ગાંકી સામે સમન્‍સ ઈસ્‍યુ કરતા તે કોર્ટમાં હાજર થયેલ.

સદરહું બંને કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષના એડવોકેટ ડી.ડી. મહેતાએ હાઈકોર્ટના અલગ અલગ ચુકાદાઓ રજૂ કરી સચોટ રજૂઆતો અને દલીલો કરતા કોર્ટે આ દલીલો માન્‍ય રાખી આરોપી એસ.બી.આઈ.સી.ના પ્રોપરાઈટર રાજેશ ગોપાલદાસ ગાંધી, રહે. મુંબઈને કસુરવાર ઠેરવી એક વર્ષની સજાનો હુકમ તથા ચેક મુજબની રકમ ૯% વ્‍યાજ સાથે એક માસમાં ચૂકવી આપવા હુકમ કરેલ છે અને આ રકમ જો એક માસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ફરીયાદી ધી કેમ્‍પેઈન એડસ વતી એડવોકેટ દિપકકુમાર ડી. મહેતા, રાજેન્‍દ્રસિંહ એચ. ઝાલા, તથા બી.એ. કરથીઆ રોકાયેલ છે.

(12:26 pm IST)