Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કાલે મેટોડામાં રકતદાન કેમ્‍પ

રાજકોટઃ જીવનદિપ બ્‍લડબેંકના જરૂરીયાતમંદ દર્દીઓને બ્‍લડ મળી રહે તેવા શુભાઆશયથી જી.એન. એલટેક પ્રા.લી.દ્વારા તથા શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના સહયોગથી તા.૩૧ મંગળવાર, સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્‍યા સુધી, પ્‍લોટ નં.૨૨૩૨, જીઆઈડીસી લોધીકા (મેટોડા), ક્રાંતિ ગેટ નં.૧, મેટોડા, કાલાવડ રોડ ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં જી.એન.એલટેક પ્રા.લી. પરીવાર, શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦), જીવનદિપ બ્‍લડબેંકના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ્દ સેવા આપશે.

(12:17 pm IST)