Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

બેંક ઓફ બરોડા દ્વારા ‘બેંક ઓફ બરોડા રાષ્‍ટ્રીય ભાષા સન્‍માન'ની શરૂઆત

રાજકોટ,તા.30: ભારતના જાહેર બેંકો માં અગ્રણી બેંક ઓફ બરોડા(બેંક) દ્વારા ‘બેંક ઓફ બરોડા રાષ્ટ્રીય ભાષા સન્‍માન' નામથી એક સમ્‍માનની સ્‍થાપનાની શરૂઆત કરવામા આવી. બેંક દ્વારા આ સમ્‍માન ની શરૂઆત ભારતીય ભાષાઓમાં સાહિત્‍યિક લેખન કાર્યને પ્રોત્‍સાહિત કરવા માટે કરવામા આવી છે. બેંકના મેનેજિંગ ડિરેક્‍ટર અને ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર શ્રી સંજીવ ચઢ્ઢા દ્વારા  જયપુર માં યોજાયેલ જયપુર લિટરેચર ફેસ્‍ટિવલના એક ખાસ સત્ર માં આ સમ્‍માનની શરૂઆતની જાહેરાત કરવામા આવી. આ અવસર પર બેંક ઓફ બરોડાના એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર શ્રી અજય કે. ખુરાના પણ હાજર રહ્યા હતા.

ભારત જેવા બહુભાષી દેશ માં બધી ભારતીય ભાષાઓનો ઉપયોગ મહત્‍વપૂર્ણ છે કારણ કે તે રાષ્ટ્રની વિવિધતામાં યોગદાન આપીને સમૃદ્ધ વારસાનું નિર્માણ કરવામા સહાય કરે છે. દેશની તમામ ભાષાઓ તેમના સાહિત્‍ય દ્વારા રાષ્ટ્ર નિર્માણમા અને રાષ્ટ્રના સાહિત્‍યિક અને સાંસ્‍કૃતિક વારસાને સમૃદ્ધ કરવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આને ધ્‍યાનમાં રાખીને, આ ‘બેંક ઓફ બરોડા રાષ્ટ્રભાષા સન્‍માન'નો ઉદ્દેશ્‍ય ભારતીય ભાષાઓમાં સંવાદિતાને પ્રોત્‍સાહન આપવા અને સામાન્‍ય લોકો માટે હિન્‍દીમાં શ્રેષ્ઠ ભારતીય સાહિત્‍ય ઉપલબ્‍ધ કરાવવાનો છે. આ સન્‍માન ભારતમાં સાહિત્‍યિક અનુવાદના કાર્યને પણ પ્રોત્‍સાહન આપશે.

(12:01 pm IST)