Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આરાધના સંગીત અકાદમી દ્વારા યોજાયો ૭મો પદવીદાન અને ૨૧મો સ્વરોત્સવ

રાજકોટ તા.૨૭ઃ લાયન્સ હોલ ખાતે આરાધના સંગીત ઍકેડમીનો ૭મો પદવીદાન સમારોહ અને ૨૧મો વાર્ષિક સ્વરોત્સવ ઉજવાયો હતો.

જેમાં ૧૨ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી જેમાં પાંચ વિદ્યાર્થીઓને શ્રૈયા ગાં÷ધી (અલંકાર, ગાયન), જયમન સોની (વિશારદ, હાર્મોનિયમ), મનન શુકલ(વિશારદ, ગાયન), ખ્યાતિમેર (અલંકાર, કથકનૃત્ય), વાણી પંડયા(વિશારદ, કથકનૃત્ય) અને નવ્યા નાયર (વિશારદ, ભરતનાટયમ) માટે ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા.

આરાધના સંગીત ઍકેડમી દ્વારા લેવાતી ઇન્ટરનેશનલ પરીક્ષામાં ગુજરાત, ભારત અને વિદેશમાં કુલ ૭૨ સંસ્થાઓ જાડાયેલી છે. જેમાંથી ૧૫૦૦ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપેલ છે.

ત્યારબાદ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓઍ પોતાનો કાર્યક્રમ પ્રસ્તુત કરી શ્રોતાગણના દિલ ડોલાવ્યા હતાં. ત્યારબાદ આરાધના સંગીત ઍકેડમીના વિદ્યાર્થીઓઍ ડો.મોનિકાબેન શાહના ગુરૂજી પદ્મવિભુષણ ગીરીજાદેવી પાસેથી શીખેલી ઠુમરી, દાદારા, દોરી અને ભજન પ્રસ્તુત કરી સભામાં રંગભરી દીધો હતો.

કાર્યક્રમના મુખ્ય મહેમાન નિમેયભાઇ શિવરામ દ્વારા સર્ટીફીકેટ અને મેડલ અર્પણ કરવામાં આવ્યા

(3:28 pm IST)