Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

વોર્ડ નં.૧૩માં ટીકીટ આપવા માલધારી સમાજની ભાજપા પાસે માંગણી

રાજકોટ તા. ૩૦ : મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી ચુકયા છે ત્‍યારે વોર્ડ નં.૧૩માં એક બેઠકમાં માલધારી સમાજના ઉમેદવારોને ટીકીટ ફાળવવા ભાજપ પાસે માંગ કરવામાં આવીછે. ગઇકાલે ખોડીયારનગર રામદેવપીર ગૌશાળા ખાતે થયેલ માલધારી સમાજની મીટીંગ મળી હતી.

જેમાં વોર્ડ નં.૧૩માં નારાયણભાઇ બોળીયા, અશોકભાઇ ડાભી તથા નાગજીભાઇ તેમજ કુલદીપભાઇ સહિત પાંચ લોકોએ ભાજપમાંથી દાવેદારી કરી છે તેમાંથી કોઇપણ એકને ટીકીટ ફાળવવા માંગ ઉઠી છ.ે

(3:26 pm IST)