Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

૧૧ ચોરીમાં સંડોવાયેલ આંતરરાજ્ય નાયડુ તસ્કર ગેંગને રીમાન્ડ પર લેવા તજવીજ

બેંક આંગડીયા પેઢી પાસે રૂપિયા લઇ નીકળતા લોકોને નિશાન બનાવનાર અને

રાજકોટ,તા.૩૦ : બેંક અને આંગડીયા પેઢી પાસે રૂપિયા લઇ નીકળતા લોકોને છેતરી ચોરી કરતી આંતરરાજ્ય નાયડુ તસ્કર ગેંગને રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી શાપર-વેરાવળ પોલીસના હવાલે કરતા આ તસ્કર ગેંગને રીમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરાઇ છે.  શાપર વેરાવળમાં દોઢમાસ પુર્વે આંગડીયા પેઢી પાસે ૫ લાખની રોકડ રકમની ચોરી કરનાર અને ગુજરાત, મહારાષ્ટ્ર  તથા રાજસ્થાન સહિત ૧૧ સ્થળે લાખોની મતાની ચોરી કરનાર કર્ણાટકની આંતરરાજ્ય ગેંગના બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર, હરીશ ઉર્ફે અરીશ રવિ નાયડુ, ગોપી લક્ષ્મણ નાયડુ તથા એક સગીરને રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહેલ તથા ટીમે પકડી પાડી પૂછતાછ શાપર સહિત ૧૧ ચોરીઓનો ભેદ ખુલ્યો હતો અને પકડાયેલ તસ્કર ગેંગને શાપર વેરાવળ પોલીસના હવાલે કરી હતી.  પકડાયેલ આંતરરાજ્ય નાયડુ તસ્કર ગેંગના ત્રણેય સાગ્રીતોનો કોવીડ ટેસ્ટનો રીપોર્ટ અપ્યા બાદ રીમાન્ડ અને કોર્ટમાં રજુ કરશે. વધુ તપાસ શાપર-વેરાવળ પીેએસઆઇ કુલદીપસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

(2:41 pm IST)