Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

લોધેશ્વર સોસાયટીમાં દંપતિ દાઝયું

શિતલ બરેડીયા અને ધર્મેન્દ્ર બરેડીયા સારવાર હેઠળ

રાજકોટ તા. ૩૦: લોધેશ્વર સોસાયટીમાં રહેતી શિતલબેન ધર્મેન્દ્ર બરેડીયા (લોધા) (ઉ.૨૪) અને તેના પતિ ધર્મેન્દ્ર ગુલાબસિંહ બરેડીયા (ઉ.૨૫) રાત્રે દસેક વાગ્યે હાથ-પેટ-પગના ભાગે દાઝી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ધર્મેન્દ્ર રિક્ષાચાલક છે અને લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર જીગર છે. તેણીના પત્નિ શિતલબેનના માવતર મોચી બજારમાં રહે છે. શિતલબેનના કહેવા મુજબ તેણી સ્ટવ પર રસોઇ દૂધ ગરમ કરતી હતી ત્યારે કેરોસીન ઢોળાયેલુ હોઇ અચાનક ભડકો થતાં દાઝી ગઇ હતી. ઠારવા આવતાં પતિ પણ દાઝી ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

 

(3:42 pm IST)