Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

લક્ષ્મી વિલાસ બેંક સાથે ૧.૧૧ કરોડની ઠગાઇમાં તાકીદે તપાસ કરાવવા પોલીસ કમિશ્નરને રજૂઆત

રાજકોટ, તા. ૩૦: શહેરના ગોંડલ રોડ પર આવેલ લક્ષ્મી વિલાસ બેંક સાથે રૂ. ૧,૧૧,૦૦,૦૦૦ની છેતરપિંડી કરવામાં આવી હતી. જે બાબતે એ-ડિવિઝન પોલીસ મથકમાં બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં કુલ ઙ્ગ૧૩ આરોપીઓએ બોગસ દસ્તાવેજો રજુ કરી લોન મેળવી હોવાનો આરોપ હતો. આ બનાવને ૬ વર્ષ બાદ પણ પોલીસે જવાબદાર બેંક અધિકારીઓ સામે પગલાં લીધેલા નથી. જે અંગે  ૮૦ ફુટ રોડ પર સુંદરમ્ પ્લાઝા સત્યમ્ પાર્કમાં રહતાં મનોજ ગોવિંદભાઇ શિંગાળાએ પોલીસ કમિશનરને રજુઆત કરી છે.

ઙ્ગ ઙ્ગ મનોજ શિંગાળાએ રજુઆતમાં જણાવ્યું છે કે લક્ષ્મી વિલાસ બેંક લિમિટેડના તત્કાલિન મેનેજર વિ.એમ.ક્રિષ્નાએ રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની બેંકમાંથી રૂ.૧,૧૧,૦૦,૦૦૦ની લોન બોગસ દસ્તાવેજો રજુ કરી મેળવાઈ હતી. જેમાં ૧૩ આરોપીઓ દર્શાવ્યા છે. જેના મુખ્ય સુત્રધાર શૈલેષ પરષોતમભાઈ ખુંટે બેંક અધિકારીઓ સાથે મળી જુદા-જુદા નામે બોગસ પેઢીઓ બનાવી ખોટા દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરી લોન મેળવી હતી. મનોજ શિંગાળાએ જાગૃત નાગરિક તરીકે પોલીસ કમિશ્નરને વિનંતી કરી તાકીદે કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે. (૧૪.૧૧)

(3:36 pm IST)