Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ફેમીલી પેન્શનમાંથી રકમ કપાત કરવાનો હેલ્થ ખાતાનો હુકમ રદ કરતી હાઇકોર્ટ

રાજકોટ તા ૩૦  : ફેમિલી પેન્શનમાંથી હાયર ગ્રેડેશન રદ કરવા તથા પેન્શનની રકમ કપાત કરવાનો હેલ્થ ખાતનો હુકમ રદ કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકમાં હકીકત એવા પ્રકારની છે કે, રાજકોટની સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા સ્વ. અનિતાબેન ધીરેન્દ્રભાઇ મહેતાને તેણી નોકરીમાં હતાં ત્યારે હાયર ગ્રેડ આપેલ હતો, ત્યારબાદ તેઓનું અવસાન થતાં તેમના પતિ ધીરેન્દ્ર મહેતાને ફેમીલી પેન્શન મળે છે. તે દરમ્યાન હેલ્થ ખાતા તરફથી હુકમ બહાર પાડી રદ કરવાનો હુકમ કરેલ હતો.

આ હુકમથી નારાજ થઇ ફેમીલી પેન્શન મેળવતા ધીરેન્દ્રભાઇ મહેતાએ રાજકોટના એડવોકેટશ્રી જી.આર. ઠાકર મારફત ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પે. સીવીલ એપ્લીકેશન દાખલ કરેલ હતી, જે સ્પે. સી.એ. હાઇકોર્ટસમક્ષ ચાલી જતાં હાઇકોર્ટે પીટીશ્નરને ચુકવવામાં આવતા ફેમિલી પેન્શનમાં કોઇ કપાત કરવી નહીં અન ેજો કપાત કરેલ હોય તો તે પરત ચુકવવી, તેવો હેલ્થ ખાતાને હુકમ કરેલ છે. આ કામમાંપીટીશ્નર વતી રાજકોટના એડવોકેટ શ્રી જી.આ.ઠાકર,શ્રી મુરલીભાઇ દેવનાની, શ્રી ક્રિષ્નન ઘેવરીયા, શ્રી ગાર્ગીબેન જી. ઠાકર રોકાયેલા હતા. (૩.૧૩)

(3:35 pm IST)