Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કપ રકાબીની આડમાં લાવવામાં આવતો લાખોનો દારૂ ઝડપાયો

રાજકોટ : થર્ટી ફસ્ટની પાર્ટી પહેલા દારૂ ઝડપાયો : મેવાત જિલ્લાના તાવડું તાલુકાના છારોડા ગામના આઝમ આસખાન છારોરા નામના ડ્રાઈવરની ધરપકડ કરી છે

રાજકોટ,તા.૨૯ : રાજકોટ શહેરમાં થર્ટી ફર્સ્ટ નિમિતે શરાબની નદી વહે તે પૂર્વજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે વખતે બુટલેગરોએ પોલીસથી બચવા માટે કપ રકાબી ના બોક્ષની નીચે દારૂ છૂપાવીને રાખ્યો હતો. રાજકોટ શહેર પોલીસ મનોજ અગ્રવાલના આદેશ બાદ શહેર પોલીસ દ્વારા ૩૧ મી ડીસેમ્બર અંતર્ગત પ્રોહીબીશન અંગે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જુદા જુદા સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ૨૫ દિવસમાં પ્રોહીબીશન ના કેસ અંતર્ગત કરોડ ૩૦ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. ત્યારે સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલે ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પીએસઆઇ અતુલ સોનારા અને તેમની ટીમને બાતમી મળી હતી કે બેટી ગામ પાસે કપ-રકાબીની આડમાં લાખો રૂપિયાનો દારૂ છૂપાવવામાં આવેલો છે.

ત્યારે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઇવે પર બેટી ગામના પાટિયા પાસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વોચમાં હતી. દરમિયાન બાતમી વાળું આઇસર પસાર થતા તેને રોકવામાં આવ્યું હતું ત્યારબાદ આઇસરમાં તપાસ કરતા પ્રથમ તેમાંથી કપ-રકાબી સહિતના કિચનવેરની આઈટમોના બોક્સ મળી આવ્યા હતા જે તમામ બોક્સ હટાવતા અંદરથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દ્વારા ગણતરી કરતા આઇશર ટ્રક માંથી જુદી જુદી બ્રાન્ડનો લાખથી વધુનો દારૂ ઝડપાયો હતો.

ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દ્વારા હરિયાણાના મેવાત જિલ્લાના તાવડું તાલુકાના છારોડા ગામના આઝમ આસખાન છારોરા નામના ડ્રાઈવરની ધરપકડ કરી છે. ત્યારે આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે. તો સાથો સાથ રિમાન્ડ દરમિયાન આરોપીની વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે કે આખરે રાજકોટમાં તે કોને દારૂની ડિલિવરી કરવાનો હતો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો.

(7:56 pm IST)