Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભકિતનગર સર્કલ પાસે 'હિટ એન્ડ રન'નીઘટનામાં ઓડીકાર ચાલક યશ બગડાઇની ધરપકડ

ભકિતનગર પોલીસે કાર ચાલક યશનું લાયસન્સ રદ કરવા કર્યો રિપોર્ટ

રાજકોટ, તા., ૨૯: ભકિતનગર સર્કલ પાસેની ખાઉગલીમાં શાકભાજી વેંચવા આવેલા ખોખડદળ નદીના પુલ પાસે વેલનાથપરામાં રહેતા દંપતીના ૧ાા વર્ષના પુત્ર વંશનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજયું હતું. આ બનાવમાં ભકિતનગર પોલીસે ઓડીકાર ચાલકની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ વેલનાથપરામાં રહેતા જગદીશભાઇ વાઘજીભાઇ સુરેલા અને તેના પત્ની સુમીતાબેન દરરોજ પોતાના પુત્ર અને પુત્રીને સાથે લઇ ભકિતનગર સર્કલની ખાંઉ ગલી પાસે શાકભાજી વેંચવા આવે છે. ગઇકાલે બપોરે તેનો પુત્ર વંશ (ઉ.વ.૧ાા) મોટી બહેન સાથે નજીકમાં રહેતો હતો ત્યારે એક કાળા કલરની અજાણી કાર પુરપાટ ઝડપે આવી હતી અને વંશને ઠોકરે લઇ જલારામ ચોક તરફ ભાગી ગઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત વંશનો સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા તેનું મોત નિપજયું હતું. આ બનાવમાં ભકિતનગર પોલીસે જગદીશભાઇ સુરેલાની ફરીયાદ પરથી અજાણી કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ આર.એન.હાથલીયા સહીતના સ્ટાફે બનાવ સ્થળેથી સીસીટીવી કેમેરાના આધારે કારના નંબર પરથી કાળા કલરની ઓડી કાર ચાલક યશ વિમલભાઇ બગડાઇ (ઉ.વ.૧૮) (રહે. ભકિતનગર સોસાયટી)ની ધરપકડ કરી હતી અને તેનું ડ્રાઇવીંગ લાઇસન્સ રદ કરવા રીપોર્ટ કરવામાં આવ્યો હતો.

(3:49 pm IST)