Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મારામારીના ગુનામાં છ વર્ષથી ફરાર કમલ ઉર્ફે કમલેશને ઝડપી લેતી ક્રાઇમબ્રાંચ

ક્રાઇમ બ્રાંચની ટીમે કમલને યાજ્ઞીક રોડ પરથી ઝડપી લીધો

રાજકોટ તા. ર૯ : શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં મારામારીના ગુનામાં છ વર્ષથી ફરાશ શખ્સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે શહેરમાંં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના એસીપી. ડી.વી.બસીયા તથા પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. યુબી. જોગરાણા, એએસઆઇ, બી.આર.ગઢવી, સી.એમ.  ચાવડા, હેડ કોન્સ સંતોષભાઇ, જયંતીભાઇ, અભીજીતસિંહ ઇન્દ્રજીતસિંહ, કરણભાઇ, સહિત પેટેલીંગમાં હતા ત્યારેહેડ કોન્સ જેન્તીભાઇ અને અભીજીતસિંહને મળેલી બાતમીના આધારે કમલ ઉર્ફે કમલેશ રાજુભાઇ રામાણી (ઉ.ર૮) (રહે. યાજ્ઞીક રોડ જાગનાથ પ્લોટ શેરી નં.૧૭ રઘુકુલ એપાર્ટમેન્ટ)ને યાજ્ઞીક રોડ સરકારી કન્યા છાત્રાલય પાસેથી પકડી લીધો હતો કમલ ઉર્ફે કમલેશ પ્રનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં મારામારીના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર હતો.

(3:48 pm IST)