Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

નાગરીક બેંકે પ્રાયોરીટી સેકટર અને વીકર સેકશનને ધિરાણમાં નોંધપાત્ર કામગીરી કરીઃ નલીનભાઈ વસા

રાજકોટ નાગરીક બેંકની ૬૭મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન : ૩૮,૬૦૦ લાભાર્થીઓને ૫૨૨ કરોડનું ધિરાણઃ બેંકના કર્મી.ઓને પણ લાભ આપ્યા

રાજકોટ, તા.૨૯: રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૬૭મી વાર્ષિક સાધારણ સભા  બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, ૧૫૦ ફુટ રીંગ રોડખાતે યોજાઇ હતી.

બેંકનાં ચેરમેન નલિનભાઇ વસાએ  જણાવેલું કે, વાર્ષિક સાધારણ સભાની શરૂઆતમાં બેંકના સીઇઓ શ્રી શર્માએે બેંકની આર્થિક પરિસ્થિતિનો ચિતાર રજુ કર્યોં. હુ હવે ગુણાત્મક સિદ્ઘિ રજુ કરૃં છુ. રિઝર્વ બેંક ઓફ ઇંડીયાના નિયમ મુજબ પ્રાયોરિટી સેકટરમાં માર્ચ ૨૦૨૧ સુધીમાં ૪પ ્રુ અને માર્ચ ૨૦૨૪ સુધીમાં ૭૫ ટકા ધિરાણ હોવું જોઇએ. મને કહેતા આનંદ થાય છે કે આપણી બેંકે આજે આ સેકટરમાં ૮૫.૪૦ ટકા ધિરાણ કયું છે. એવી જ રીતે વીકર સેકટરમાં મીનીમમ ધિરાણ ૧૨ ટકા હોવું જોઇએ તેને બદલે આપણી બેકે ૨૯.૨૨ટકા ધિરાણ કયું છે. બેંકના કેપિટલ ફંડના ૦.૨ ટકા થી વધુ નહિ એટલે કે રૂ. ૭૩ લાખથી ઓછું, કુલ ધિરાણ મીનીમમ ૫૦ ટકા હોવું જોઇએ. આપણી બેકે તેમાં ૭૨.૧૮ ટકા  ધિરાણ કયું છે. બેકમાં બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન સાથે દરેક શાખામાં શાખા વિકાસ સમિતિ કાર્યરત છે. શાખા વિકાસ સમિતિના સભ્યો અને ડેલિગેટ્સ સાથે ત્રિમાસિક મીટીંગ મળે છે. તેમના સૂચનોને આવકારી કાર્ય કરવામાં આવે છે. બેંકમાં નિયમિત ધોરણે ગ્રાહક મિલન યોજાય છે. ગત વર્ષે ૧૬ ગ્રાહક મિલન થયા. હાલમાં કોરોનાને કારણે ગ્રાહક મિલન યોજી શકાતા નથી. બેંકના ભવન મેઇન્ટેનન્સ માટે પોર્ટલ શરૂ થયું છે અને તે મુજબ ઝડપથી કાર્ય થાય છે.

નલિનભાઇ વસાએ વધુમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં આપણે બધાએ ખૂબ જ કાર્ય કયું છે. ગુજરાતભરમાં સર્વપ્રથમ રહ્યા. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રથમ ત્રણ ક્રમાંકમાં કાર્ય કરનાર બેંકોને ગાંધીનગર ખાતે સન્માનિત કરી હતી. તેમાં આપણી બેંકનો પણ સમાવેશ થયો હતો. વિશેષમાં બેંકના અધિકારી- સૂત્રધાર મનીષભાઇ શેઠ અને શાખાઓની મહેનતથી આપણી બેકે રૂ. ૫૨૨ કરોડનું ધિરાણ ૩૮,૬૦૦ લાભાર્થીઓને કયું છે. અગાઉ વિજયભાઇએ રૂ. ૧૦૦ કરોડના ધિરાણ સમયે તેઓએ પરોક્ષ હાજર રહી યોજનાના લાભાર્થીને પોતાના નિવાસસ્થાન પર ચેક એનાયત કયા હતા. આપણે કર્મચારીએ સંતાનોને શેક્ષણિક ફીમાં બે બાળકો સુધી ર્રૃા. ૨૫ હજારની રાહત આપીએ છીએ. કર્મચારીગણનેજેએઆઇઆઇબી, સીએઆઇઆઇબી માટે ઇન્સેટિવ અને એમબીએ કોર્સ માટે વિશેષ સુવિધા આપવામાં આવે છે. કર્મચારીને ત્યાં પુત્રીના લગ્નપ્રસંગે રૂ.૧ લાખની સહાય આપી તેમનું પારિવારિક દાયિત્વ હળવું કરવામાં સહાયરૂપ બનીએ છીએ.કર્મચારીને પ્રમોશનની પ્રક્રિયા પારદર્શક કરી છે અને તેમને સાયકલ લેવા માટે વ્યાજમુકત લોન આપવામાં આવે છે. કર્મચારીઓને રૂ. ૨ લાખનો હેલ્થ વીમો અને રૂ. પ લાખનો જીવન વીમો લેવાયેલો છે. કોરોના કાળમાં વિશેષ કાળજી લેતા પ્રારંભિક તબક્કામાં જ એપ્રિલ-મે માસમાં માસમાં બે વખત એડવાન્સ પગાર, બોનસની વહેલી ચૂકવણી કરી. આ ઉપરાંત આપણા પરિવારજનો માટે હેન્ડ વોશ, સેનિટાઇઝર, માસ્ક, નાસ લેવાનું મશીન, ઇમ્યુનિટી બુસ્ટર કીટ જેમાં, બદામ- ઓર્ગેનિક ગોળ-સૂંઠ-હળદર આપવામાં આવી. બેંકની ૨૯ શાખાઓ સ્વભવનમાં કાર્યરત છે. આપણી બેકે જળસંચય અભિયાન અંતર્ગત ૪ શાખામાં કામગીરી પૂર્ણ કરી છે. આવી જ રીતે સોલાર પેનલ લગાવી લાઇટ બીલમાં બચાવ કરવામાં આવે છે. બેંકની ૨૨ શાખાઓમાં સોલાર લાગેલ છે.

વાર્ષિક સાધારણ સભામાં કુલ ૧૦ ઠરાવ મૂકાયેલા અને પ્રત્યેક ઠરાવ ચર્ચા-વિચારણા સાથે સર્વાનૂમતે મંજૂર થયા હતા. ચૂંટણી અધિકારી ટી. સી. તીરથાણીએ ડિરેકટરોની ૭ સીટ માટે માધવભાઇ દવે, જીમ્મીભાઇ દક્ષિણી, હરિભાઇ ડોડીયા, હંસરાજભાઇ ગજેરા, કિતીદાબેન જાદવ, પ્રદીપભાઇ જૈન અને અર્જુનભાઇ શિંગાળાને બિનહરીફ ચુંટાયેલા જાહેર કયા હતા.

બેંકનાં સીઇઓ-જનરલ મેનેજર વિનોદ શર્માએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની હાઇલાઇટ્સ રજુ કરતાં માહિતી આપી હતી કે, 'બેંકની થાપણ રૂ. ૪,૭૦૨ કરોડ, ધિરાણ રૂમ. ૨,૫૯૨ કરોડ, ઇન્વેસ્ટમેન્ટ રૂ. ૧,૫૯૩ કરોડ, સ્વભંડોળ રૂ. ૬૧૨.૯૧ કરોડ, સભાસદની સંખ્યા ૨,૮૪,૯૭૯ છે. બેંકનો સીડી રેશિયો ૫૫.૧૩ ટકા છે. બેંકનું હોમ લોનમાં ૪૪૨ કરોડ, સોના ધિરાણમાં રૂ. ૬૭ કરોડ અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં રૂમ. ૬૯ કરોડનું ધિરાણ છે. અંબ્રેલા હેઠળ કો-કો બેક (જામનગર) અને વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક આપણે ત્યાં જોડાયેલા છે. અધિકારી પ્રવીણસિંહ રાઠોડે સહકાર મંત્રનું પઠન કર્યું હતું.

ડો.જીતેન્દ્રભાઇ અમલાણી (AIMS-રાજકોટના કમીટી સદસ્ય), જયોતીન્દ્રભાઇ મહેતા (ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનમાં ચેરમેન તરીકે નિમણુંક), સીએ. કલ્પકભાઇ મણીઆર (ગુજરાત સરકારની મહિલા ઉત્કર્ષ યોજનામાં કમિટિ સદસ્ય તરીકે નિમણૂંક) , સીએ. ગિરીશભાઇ દેવળીયા (ગુજરાત સ્વનિર્ભર શાળાઓની ફી નિયમન સમિતિ- એફઆરસીમાં સદસ્ય તરીકે નિમણૂંક), પ્રદીપભાઇ જૈન (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં એકઝીકયુટીવ કમિટિ મેમ્બર), ડો. બળવંતભાઇ જાની (કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 'ભારતીય ભાષા વિશ્વવિદ્યાલય ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રીટેશન' સંસ્થાનની રચના માટેની કમિટિના સદસ્ય), હસમુખભાઇ હિંડોચા (ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનમાં ડિરેકટર), સીએ. નરેશભાઇ કેલા (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ફાયનાન્સ એન્ડ બેંકિંગ કમિટિના મેમ્બર), પંકજભાઇ રાવલ (પત્રકારિત્વમાં ગોલ્ડમેડલ), હરેશભાઇ પરસાણા (કોપરિટર-જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન), પધવીબેન ઠાકર (કોપરિટર-જુનાગઢ મ્યુનિસિપલ કોપરિશન)ને શાલ ઓઢાડી - પુસ્તક અર્પણ કરી સન્માનિત કરાયા હતા.

આ સમારોહમાં ડો. સંજીવભાઇ ઓઝા (રાજકોટ વિભાગ સંચાલક-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પૂર્વ વાઇસ ચાન્સેલર- ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી), નલિનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી જયોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), સીએ. કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અજુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, સીએ. ગિરીશભાઇ દેવળીયા, શેલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, પ્રદીપભાઇ જેન, કિતીદાબેન જાદવ, બાવનજીભાઇ મેતલિયા, સીએ. ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ શર્મા (સીઇઓ- જનરલ મેનેજર), યતીનભાઇ ગાંધી (સી.એફ.ઓ.) તેમજ એ. એસ. ખંધાર, ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, કિશોરભાઇ મુંગલપરા, ગોપાલભાઇ માકડીયા ઉપસ્થિત રહ્યા હતા. ચુંટણી અધિકારી તરીકે રાજકોટનાં જીલ્લા રજીસ્ટ્રાર ટી. સી. તીરથાણીએ સેવા આપી હતી. કાર્યક્રમનુ આભારદર્શન જીવણભાઇ પટેલે અને  સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.

(3:40 pm IST)