Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીને ગ્રામ્ય સરપંચોના પેન્ડીંગ પ્રશ્નોની રજુઆતઃ આવેદન

ગ્રાન્ટ, વહીવટી મંજુરી, રોડ-રસ્તા સહીતના પ્રશ્નો ઉકેલવા સરપંચ સંગઠ્ઠનના પ્રમુખ વિજય કોરાટની માંગ

જીલ્લા વિકાસ અધિકારીને સરપંચોના વિવિધ પ્રશ્નોની રજુઆત સંગઠ્ઠનના પ્રમુખ વિજય કોરાટે જીલ્લા વિકાસ અધિકારીને કરી હતી તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૯ : જીલ્લાના ગ્રામ્ય સરપંચોના વિવિધ પેન્ડીંગ પ્રશ્નો અંગે ગ્રામ્ય સરપંચ સંગઠ્ઠન દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરાઇ હતી.

આ અંગે સંગઠ્ઠનના પ્રમુખ વિજયભાઇ કોરાટે આપેલ આવેદનમાં જણાવાયું છે કે, રાજકોટ તાલુકાના સરપંચો દ્વારા ગ્રામ્ય લેવલના વિવિધ પ્રશ્નો રજુ કરેલ છે. કોરોના કાળમાં એક લોકસેવક તરીકે સરપંચોએ ગામડે ગામડે કામગીરી કરેલ છે ગ્રામ્ય વિકાસને ધ્યાનમાં લઇને આ પ્રશ્નોનું ત્વરિત યોગ્ય નિરાકરણ કરવું.

જેમાં ૧પ નાણાંપંચની ગ્રાન્ટમાંથી પ૦% ટાઇટ ગ્રાન્ટમાંથી ફરજિયાત પાણી પુરવઠા બિલ ભરવાનું કીધેલ હોય. કોરોનાને કારણે એમપી. એમએલએ  ગ્રાન્ટ બંધ હોય તો ગ્રામ્ય વિકાસ માટે ૧પમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી પાણી પુરવઠા બિલ ફરિજિયાત ન કરવું.

ભુગર્ભ ગટરના કામમાંથી ફરજિયાત પાણી પુરવઠામાં કરવાના હોય અને ૧૭.૮પ% તેનો ચાર્જ કાપે છે અને વહીવટી પ્રક્રિયામાં પણ વિલંબ થાય છે. ભૂગર્ભ ગટરના કામ પંચાયત કે મંડળીમાંથી કરવાની છૂટ આપવી.

૧પ માં નાણાંપંચની ગ્રાન્ટ જમા થયેલ છે. જેની આચાર સહિતા પહેલા તાત્કાલીક ધોરણે ટીએસ/વહીવટી મંજુરી આપવી.

૧પમાં નાણાંપંચમાંથી ટાઇટ ગ્રાન્ટ પ૦% ફરજિયાત હોય અમુક ગામોમાં પાણીના કામ પૂર્ણ થઇ ગયેલ છે. તો ટાઇટ ગ્રાન્ટ ૧૦૦% કામ પુર્ણ થઇ ગયેલ હોય અને રોડ રસ્તામાં વાપરવા મંજુરી આપવી.

પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય ર વર્ષથી મંજુર ગ્રામ્ય લેવલે મળેલ નથી જે અંગે યોગ્ય કાર્યવાહી કરવી.

પ્રી-ઓડિટની પ્રક્રિયા જરૂરી સરળતા કરવા વિનંતી.

સરપંચ ગ્રામ્ય લેવલે લોક સેવક તરીકે કામગીરી કરે છે ઘણી વખત સરપંચ સરકારી જગ્યામાં દબાણ અટકાવે છે તો તેની ઉપર હુંમલા થતા હોય તો તેને યોગ્ય રક્ષણ આપવું આરોપી પર ફરજ રૂકાવટ ગુન્હો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવી. વગેરે બાબતોની રજુઆતો કરાઇ હતી.

(3:37 pm IST)