Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વોર્ડ નં. ૯ માં નવનિયુકત પ્રભારી-ચુંટણી ઇન્ચાર્જનું સન્માન

તાજેતરમાં ભાજપ દ્વારા વોર્ડ વાઇઝ થયેલ નિમણુંકો અંતર્ગત વોર્ડ નં. ૯ ખાતે ચાલી રહેલ પેજ કમીટીની કામગીરીના ભાગરૂપે એક માર્ગદર્શક બેઠક યોજવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતીમાં મળેલ આ બેઠક દરમિયાન નવનિયુકત વોર્ડ પ્રભારી અને વોર્ડ ઇન્ચાર્જનું સન્માન કરાયુ હતુ. પેજ સમિતિના કાર્યકરોને માર્ગદર્શરન અપાયુ હતુ. આ બેઠકમાં શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, વોર્ડ નં. ૯ ના નવનિયુકત પ્રભારી અને પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, વોર્ડના ચુંટણી ઇન્ચાર્જ જયસુખ કાથરોટીયા, વોર્ડ પ્રમુખ પ્રદીપ નિર્મળ, મહામંત્રી હીરેન સાપરીયા, વીરેન્દ્ર ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ મારૂ, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, દક્ષાબેન વસાણી, કુલદીપસિંહ જાડેજા, કમલેશ શર્મા, આશીષ ભટ્ટ, જે. ડી. જાદવ, પ્રવિણભાઇ સેગલીયા, જાગૃતીબેન ભાણવડીયા, વીમલ ઠોરીયા, જીતુભાઇ કાટોળીયા, વિજય આહીર વગેરે સહીત બુથ ઇન્ચાર્જ અને શકિત કેન્દ્રના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.

(3:35 pm IST)