Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કોરોના કરતા તેનો ભય વધારે નુકસાનકારક : માં પ્રેમ માધવી

નિયમિત ધ્યાન કરનારને કોરોનાની અસર ઓછી થઇઃ મહામારીનો ભય દૂર કરવા માટે પણ ધ્યાન પ્રયોગ શ્રેષ્ઠ : હાલના સંજોગોમાં લીલા રંગના પ્રયોગો ઉત્તમઃ ગ્રીન રંગનું ધ્યાન પણ થઇ શકેઃ 'યં' બીજ મંત્રના જાપ તન-મન ટનાટન કરી શકે છે : મોરબીના જસાપર ખાતેના ઓશો કેસર ફાર્મ ખાતે આજથી ચાર દિવસ બોર્ન અગેઇન ઓશો ધ્યાન શિબિરઃ મહામારીમાં માનસિક સ્વાસ્થ્યના વિશેષ પ્રયોગો થશેઃ માં પ્રેમ માધવીજી 'અકિલા'ની મુલાકાતે

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે માં પ્રેમ માધવીજી તથા સ્વામી સત્ય પ્રકાશજી, સ્વામી ગીત ગોવિંદજી, સ્વામી ધ્યાન અનુભવજી નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૯ : કોરોના કરતા તેનો ભય વધારે ઘાતક છે. એક અહેવાલ પ્રમાણે કોરોનાથી આર્થિક કરતા માનસિક નુકસાન વધારે થયું છે. ૬૮ ટકા લોકો કોરોનાના ભયથી અથવા કોરોના અંગેના નકારાત્મક વિચારોથી પીડિત છે. આ શબ્દોમાં પ્રેમ માધવીના છે. તેઓના સંચાલન તળે આજથી મોરબી પાસે શિબિરનો પ્રારંભ થઇ રહ્યો છે.

'અકિલા'ની મુલાકાતે આવેલા પ્રેમ માધવીજીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ સંદેશ આપ્યો છે કે, માણસ દોડધામ કર્યા વગર ઓછા સાધનો-સુવિધા વચ્ચે પણ જીવી શકે છે. પ્રકૃતિ વધારે પડતી છેડછાડ સહન કરતી નથી. કોરોનારૂપે માણસને આંતરિક અને પારિવારિક ચિંતન કરવા ફરજ પાડી છે. માણસ સુપર પાવર નથી એ સાબિત થયું છે. માણસ નરીઆંખે જોઇ ન શકે તેવી શકિતથી દુનિયા ચાલે છે. કોરોનાના કારણે વિશ્વભરમાં ભયની માનસિકતા બની છે.

પ્રેમ માધવીજી કહે છે કે, ભયમુકત થવા માટે ધ્યાન પ્રયોગ અકસીર છે. નિયમિત યોગ-ધ્યાન કરનાર લોકોને કોરોનાની અસર ખૂબ ઓછી થઇ છે.

જો કે પ્રેમ માધવીજી કહે છે કે, ધ્યાન-યોગ માત્ર કોરોના માટે જ નથી. દરેક પ્રકારની શારીરિક-માનસિક સમસ્યાઓમાં આ પ્રયોગોની ઉર્જા ઉપયોગી બને છે.

ધ્યાન-યોગથી મનતનની તાકાત વધે છે. એન્ટીબોડી માત્ર દવાથી નહિ, ધ્યાન પ્રયોગથી પ્રાપ્ત થાય છે. માણસના સ્નાયુઓ દરરોજ  મૃત થાય છે. ધ્યાન પ્રયોગોથી સેલ્સ પુનઃ જીવીત થઇ શકે છે. ઉર્જા લેવલ પાવરફુલ બને છે તેથી માણસ સ્વસ્થ અને પ્રસન્ન રહે છે.

મોરબીના નવા સજન પર ખાતેના ઓશો કેશર ફાર્મે આજથી શરૂ થનાર ૪ દિવસીય બોર્ન અગેઇન ઓશો ધ્યાન શિબિરમાં કોરોના સંદર્ભે વિશેષ પ્રયોગો થશે. ઘણાને ભયની લાગણી હશે, ઘણાને પારિવારિક તનાવ સર્જાયો હશે, આ સમસ્યાઓના પ્રયોગો કરવામાં આવશે.

પ્રેમ માધવીજી કલર થેરપીના પણ નિષ્ણાત છે. કોરોના સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં લીલો કલર વધારે અસરકારક સાબિત થાય છે. આ કલર હૃદય સાથે જોડાયેલો છે. આ ઉપરાંત હૃદયનો બીજ મંત્ર 'યં' ના જાપનો પ્રયોગ પણ કરી શકાય. ર૧ થી ૪૦ દિવસના પ્રયોગમાં પરિણામ પ્રાપ્ત થઇ શકે. જો કે પરિણામનો આધાર વ્યકિતના સંકલ્પ અને ભાવૂકતા પર રહેલો છે.

મોરબીના નવા સજનપર ગામે મોરબીના ઉદ્યોગપતિ અને ઓશો સન્યાસી રમેશભાઇ રૈયાણી (સ્વામી પ્રેમ યોગી) એ ૧૧ વિઘા જમીન પર ઓશો કેશર ફાર્મ નામની સન્યાસી તથા પ્રેમીઓ માટે વિશાળ ઓશો ધ્યાન કેન્દ્ર બનાવેલ છે જેમાં વિશાળ ધ્યાન હોલ રહેવા માટે સ્પેશયલ રૂમ, ડોરમેટરી, સ્વીમીંગ, પુલ, વિશાલ કિચનની સુંદર સગવડ કરેલ છે. વન વગડાયું તથા ઝાડ પાનથી ઘેરાયેલ ઓશો કેશર ફાર્મ પર શિબિરમાં સહ ભાગી થઇ ધ્યાનની ગહેરાઇમાં ઉતરવું એ જીવનનો એક લ્હાવો છે.

આજરોજ તા.ર૯ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી દરમ્યાન ૪ દિવસીય ઓશો ધ્યાન શિબિરમાં ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગોમાં પ્રેમ માધવી કરાવશે.

ઉપરોકત ઓશો બોર્ન અગેઇન શિબિરમાં સહભાગી થવા માટે શિબિર આયોજક રમેશભાઇ પાસે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી લેવું.

સ્થળનીમાહિતી : રાજકોટથી લજાઇ ચોકડી, હડમતીયા, નવા સજન પર ઓશો કેશર ફાર્મ, મોરબીથી ધુનડા નવા સજનપર ઓશો કેશર ફાર્મ.

શિબિરની વિશેષ માહિતી માટે તથા નામ નોંધણી માટે રમેશભાઇ રૈેયાણી(સ્વામીપ્રેમયોગી) ૯૮૭૯૦ ૧૦૭૬૯

કલર થેરપીના નિષ્ણાત માં પ્રેમ માધવીજીના પરિચયની ઝલક

રાજકોટ માં પ્રેમ માધવીજીએ ધો.૮માં ઓશોનું પુસ્તક ''અનહદનાદ'' વાચ્યું અને જીવન પરિવર્તિત થતું અનુભવ્યુંહતું. તેઓ શિવજીના સાધક છે.કલર થેરપીના પણ નિષ્ણાંત છે.

માં પ્રેમ માધવીનું સાચું નામ રેણુ પંચાલ છે. માં પ્રેમ માધવી રંગરેજ નામનું ગ્રુપ ચલાવે છે જેઓને ભારતભરમાં અવારનવાર ત્રણથી દસ દિવસીય ઓશો ધ્યાન શિબિરનું સંચાલન કરે છે તેઓની શૈક્ષણિક યોગ્યતા એમએ હિન્દી, બીએડ  એરલાઇન્સ મેનેજમેન્ટ કોર્સ એનટીડી કરેલ છે. હરિયાણાના કૈથલ માં આવેલ સિલ્વર ઓફ પબ્લિક સ્કૂલના પ્રધાન આચાર્ય છે હરિયાણાના સાહિત્ય અકાદમી દ્વારા કાવ્ય સંગ્રહ 'સુરજ નીકલને તક' પ્રકાશિત કરીને સન્માન એક એવોર્ડ આપેલ છે.

છેલ્લા દસ વર્ષમાં વિવિધ પત્રિકાઓમાં ન્યુઝપેપર્સ જેવા કે વિધોતમાં આગીરા    પુત્ર-શિક્ષા ધર્મ અને સંસ્કૃતિ વગેરેમાં કવિતા તથા લેખક અવારનવાર પ્રકાશિત થાય છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના નરવાનામાં ૨ વર્ષ સુધી સદસ્ય તથા સચિવ પદ પર સેવા આપેલ છે. સાહિત્ય શિખા નરવામામાં  મહાસચિવ પદ પર સેવા આપેલ છે. વ્યકિત નિર્માણ તથા શિક્ષા ક ઉેત્થાન હેતુ વર્કશોપ તથા સેમિનારના અનેક આયોજન કરેલા છે.

(3:33 pm IST)