Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

જુની કલેકટર કચેરીમાં ત્રણ દિ'થી જી-સ્વાન કનેકટીવીટી ઠપ્પઃ ર૦૦ થી વધુ દસ્તાવેજો સહીતની કામગીરી અટકી

મુખ્ય કેબલ કપાઇ ગયોઃ બપોરે ર સુધી હજુ કામગીરી બંધઃ અરજદારો ભારે નારાજ : દસ્તાવેજ-આવકના દાખલા-રાશનકાર્ડ-૭/૧૨ના ઉતારા-આયુષ્યમાન કાર્ડ અટકી પડતા ભારે દેકારો

રાજકોટ, તા., ૨૯: જુની કલેકટર કચેરી ખાતે ત્રણ દિ'થી જી-સ્વાન કનેકટીવીટી ખોરવાતા દેકારો બોલી ગયો છે. અરજદારો-વકીલો ભારે નારાજ થઇ ગયા છે. સતત ત્રણ દિવસથી લોકોને ધરમધક્કા થઇ રહયા છે. મુખ્ય કેબલ કપાઇ જતા આમ બન્યું છે અને આજે બપોરે ર સુધી કોઇ નિવેડો નહી આવતા ડાયરેકટ કલેકટરને ફરીયાદો થઇ છે.

જી-સ્વાન અટકી પડતા જુની કલેકટર કચેરીમાં બેસતી ૩ થી ૪ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ર૦૦ થી રપ૦ દસ્તાવેજોની કામગીરી અટકી પડી છે. તો સેંકડો રાશનકાર્ડ હોલ્ડરોને કલાકો હેરાન થવું પડયું હતું. આ ઉપરાંત આવકના દાખલા, ૭/૧૨ના ઉતારા, આયુષ્યમાન કાર્ડની કામગીરી ખોરંભે પડી હતી. બધુ અટકી પડયું હતું. કોઇના ફોટા અપલોડ થતા ન હતા. તાકીદે યોગ્ય કરવા માંગણી ઉઠી છે.

(3:31 pm IST)