Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજકોટ એઇમ્સ : ટ્રોમા - જનરલ સર્જરી - હૃદય - ગાયનેક - ટીબી - કિડની - મગજ - કેન્સર સહિતના ગંભીર રોગોની સારવાર થશે : દર્દીઓને બહાર નહિ જવું પડે

વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી ઉપલબ્ધ : રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ દર્દીઓને મળશે

રાજકોટ તા. ૨૯ : એઇમ્સના નિર્માણથી  ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે, કારણ કે અહીં તેમને મળી રહેશે શ્રેષ્ઠ સારવાર. એઇમ્સના ડેપ્યુટી ડિરેકટર શ્રમદીપ સિંહાના જણાવ્યા મુજબ કોઈપણ ગંભીર રોગના દર્દીઓને સારામા સારી સારવાર અહીં જ ઉપલબ્ધ થતા તેમને અન્ય એઇમ્સ કે મલ્ટીપલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જવાની જરૂર નહીં પડે.

આ સાથે એઇમ્સમાં કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પણ લાભ દર્દીઓને આપવામાં આવશે. દવા તેમજ સ્ટેન્ટ સહીત સર્જરીની અનેક વસ્તુ કેન્દ્રના નિયત દરે દર્દીઓને ઉપબ્ધ થતા નજીવા દરે દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવશે.

રાજકોટ એઇમ્સ ખાતે ટ્રોમા, જનરલ સર્જરી, હૃદય, ગાયનેક, ટીબી, કિડની, મગજ સહિતના ગંભીર રોગની સારવાર ઉપલબ્ધ થશે.

(3:01 pm IST)