Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કોઠારિયા રોડ રામ પાર્કમાં મકાનમાંથી દારૂની પાંચ બોટલ સાથે પ્રકાશ પકડાયો

રાજકોટ,તા. ૨૯: કોઠારિયા રોડ પર હુડકો પોલીસ ચોકીની પાછળ રામપાર્કમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી મકાનમાંથી દારૂની પાંચ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા તથા જીજ્ઞેશભાઇ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે હુડકો પોલીસ ચોકી પાછળ રામપાર્ક શેરી નં.૩માં મકાનમાં દરોડો પાડી રૂ.૨૧૦૦ની કિંમતની દારૂની પાંચ બોટલ સાથે પ્રકાશ જેરામભાઇ દાણીધારીયા (ઉવ.૩૨) (રહે. કોઠારિયા રોડ પુજા પાર્ક-૩)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ આર.બી.જાડેજા, કોન્સ. ધર્મરાજસિંહ રાણા સહિત બાતમીના આધારે મવડી મેઇન રોડ સંસ્કાર સીટી પાસે દરોડો પાડી દોઢ સો ફુટ રોડ આંબેડકર નગર -નં.૧૦ના સુરેશ અમરશીભાઇ સોમૈયા (ઉવ.૪૬) અને મવડી પાળ રોડ પર ખોડીયાર કોમ્પ્લેક્ષ ફલેટ નં. ૨૦૨ના રાજેન્દ્ર કનૈયાલાલભાઇ દવે (ઉવ.૨૨)ને દારૂની એક બાટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:52 pm IST)