Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

બાર કાઉ.માં નોંધાયેલા વેલફેર સભ્યોનું સને ર૦૧૯-ર૦ના સાલનું પ્રિમીયમ માફ કરવા અપીલ

રાજકોટ બાર એસો. દ્વારા બાર કાઉન્સીલને રજુઆત

રાજકોટ, તા. ર૯ : રાજકોટ બાર એશોસીએશન દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નોંધાયેલ વેલફેરના સભ્યોનું ર૦૧૯-ર૦ર૦ તથા ર૦ર૦-ર૧ એમ બે વર્ષનું પ્રીમીયમમાં માફી આપવા અંગે રજુઆત કરવામાં આવેલ છે.

ચીફ જસ્ટીસશ્રીએ તાજેતરમાં રાજકોટ, અમદાવાદ,બરોડા, સુરત વિગેરે સિવાય ના તમામ જીલ્લાના તમામ કોર્ટોનીં ફ્રીઝીકલ કામગીરી તારીખ-૨૩/૧૧/ર૦૨૦ ના રોજ શરૂ કરવા  પરીપત્ર આપેલ છે. પરતુ આ ૪ શહેરની કોર્ટો આજની તારીખે ૫ણ બંધ છે. આવા સજોમોમાં જયારે  કોર્ટ ૯ માસથી બંધ હોય તથા રાજકોટ, અમદાવાદ,બરોડા, સુરત શહેરની તમામ કોર્ટો આજની  તારીખે બંધ હોય ઉપરોકત ૪ શહેરોમાં બાર  કાઉન્સીલ ઓફ ગુજરાતના ખંદાજે ૬૦ટકા થી વધુ  એડવોકેટો પેકટીસ કરતા હોય જેની આવક આજની તારીખે પણ નહીવત છે. આવા સજોગોમા  આપને ત્યાથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ના વેલહેર ફંડના રૂપીયા તારીખ-૩૧/૧૨/૨૦૨૦ સુધીમા  ભરવાના મેસેજો તમામ એડવોકેટશ્રી ને મળેલ છે જે એડવોકેટશ્રીઓ અમો રાજકોટ બાર  એશોસીએશનને ફરીયાદ કરે છે કે કોર્ર્ટો બંધ  હોય તથા એડવોકેટની આવક બંધ હોય આવા સજોગોમા  બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા વેલફેર ફંડનુ પ્રીમીયમ ઉઘરાવવુ ન્યાયના હીતમાં વ્યાજબી નથી. 

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એડવોકેટશ્રીની માતૃ સંસ્થા છે. તે રીતે એડવોકેટશ્રીઓની આવી કપરી  સ્થિતીમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા વેલફેર ફંડનુ પ્રીમીયમ ઉઘરાવવુ પડવા માથે પાટુ  મારવા સમાન છે. જે તરફ અમો રાજકોટ બાર એસોશીએશન દ્વારા ધયાન દોરેલ હતું. હાલ આજ કોર્ટ બંધ થયાને આશરે ૯ માસ ઉપર જેવો સમય વિતી ગયેલ છે. રાજકોટ બારના એડવોકેટશ્રીઓને કોર્ટ બંધ હોવાના કારણે ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. તથા વકીલશ્રીઓની આર્થિક પરીસ્થિતિ ખુબ જ બગડી ગયેલ છે. તથા હાલ ધ્રોલમાં એડવોકેટશ્રીઓએ કોર્ટ બંધ હોવાથી આર્થિક પરિસ્થિતિ બગડવાના કારણથી આત્મહત્યા કરવાનું પગલુ ભરેલ છે. અમો રાજકોટ બાર એસોસઅીેશનના હોદેદારોને ડર છે કે હવે આવા પગલા રાજકોટ બાર એશોસીએશનના સભ્ય પણ ભરી શકે જે બાબતની અમને ખુબ જ ચીંતા થાય છે તે રીતે ગુજરાતના તમામ વકીલોની હાલત આ રીતેની જ છે અને અમારા જાણવા તથા માનવા મુજબ આ અંગેની રજુઆત કરતા લેટર દેરક બાર એસોસીએશનના આપની પાસે આવી પણ ગયા હશે. અમો રાજકોટ બાર એસોસીએશનને પણ અમારા સભ્યો દ્વારા આ બાબત અંગેની ઘણી ફરીયાદો તથા વિનંતીઓ દિનપ્રતિદિન મળતી રહે છે.

આ સંજોગોમાં અમો રાજકોટ બાર એશોસીએશને  વિનતી કરેલ હતી કે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એડવોકેટશ્રીઓના હીતમા તાત્કાલીક ધોરણે જે બાર કાઉન્સીલ ઓફ  ગુજરાતમાં નોંધાયેલ રાજકોટ બાર એશોસીએશાનના વેલફેરના સભ્યોનંુ તથા ગુજરાતના તમામ વેલફેર ના સભ્યો નુ ૨૦૨૦-૨૦૨૧નુ પ્રીમીયમ ની રકમ ભરવા માટે જે મેસેજ કરે છે તે તાત્કાલીક બંધ કરાવી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમા નોધાયેલ વેલફેરના સભ્યોનુ ર૦૧૯ -૨૦૨૦ તથા ૨૦૨૦-૨૦૨૧ નુ પ્રીમીયમ માફ કરવાનો ઠરાવ અથવા ધટ્તુ કરવા વકીલોના ન્યાયના હીતમાં કરવા રાજકોટ બાર એશોસીએનની રજુઆત, લાગણી, માંગણી અને વિનંતી છે.

આ રજુઆતને રાજકોટ બાર ના (પ્રમુખ) બકુલભાઈ વિ. રાજાણી (ઉપ પ્રમુખ) શ્રી ઈન્દ્રસિહ ઝાલા (સેકેટરી)ર્ડો. જીજ્ઞેશભાઈ જોશી (જો સેક્રેટરી) કેતનભાઈ દવે (ટે્રઝર૨) રક્ષીતભાઈ કલોલા (લાયબેરી સેક્રેટરી) સદીપભાઈ વેકરીયા તથા કારોબારી સભ્ય અજયભાઈ પીપળીયા, કેતનભાઈ મંડ,ધવલભાઈ મહેતા ,પીયુષભાઈ સખીયા, વિજયભાઈ રૈયાણી,પંકજભાઈ દોંગા, વિવેકભાઈ ધનેશા, મનીષભાઈ આચાર્ય, કૈલાશભાઈ જાની,રેખાબેન તુવારે સર્મથન આપેલ છે.

(2:51 pm IST)