Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મવડી સ્પીડવેલ હાઇટ્સમાં કડીયા કામ કરતી વખતે નવમા માળેથી પટકાતા મજૂરનું મોત

રાજકોટ તા. ૨૯ : મવડી પાસે સ્પીડવેલ હાઇટ્સના નવા બનતા બિલ્ડીંગમાં કડીયા કામ કરતા ઓરીસ્સાનો મજુર નવમા માળેથી પટકાતા તેનું મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ મવડીમાં આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ સ્પીડવેલ હાઇટ્સ નામે નવા બનતા બિલ્ડીંગની સાઇટમાં રહેતો ઓરીસ્સાનો મનોજ દીજીયાભાઇ ભોય (ઉ.વ.૨૭) ગઇકાલે બિલ્ડીંગના નવમા માળે કડીયા કામ કરતો હતો ત્યારે અકસ્માતે નવમા માળેથી અકસ્માતે પટકાતા તેને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ જાણ કરતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.પી.આહિર તથા રાઇટર પૃથ્વીરાજસિંહ સહિતે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.

(2:49 pm IST)