Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

પુનીતનગરમાં ભાડાની ઓફીસમાં ટોકનથી જુગાર રમતા ૪ ઝડપાયા

જ્યુબેલી ગાર્ડન અને શાસ્ત્રીમેદાન સામે ઘોડીપાસાનો જુગાર રમતા આઠ પકડાયા

રાજકોટ,તા.૨૯ : દોઢ સો ફૂટ રોડ ઉપર પુનીતનગર પાણીના ટાંકાની સામે આવેલ શીવશકિત ઓટો નામની ઓફીસમાં જુગાર-રમતા ચાર શખ્સોને તાલુકા પોલીસે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ પુનીતનગર પાણીના ટાંકાની સામે આવેલી શીવશકિત ઓટો નામની ઓફીસમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી. જાડેજા, મનિષભાઇ સોઢીયા અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળતા પી.આઇ. જે.વી. ધોળાના માગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.ડી. ડામોર, એ.એસ.આઇ. આર.બી. જાડેજા, હેડ કોન્સ વિજયગીરી ગોસ્વામી, મોહસીન ખાન, અમીનભાઇ ભલુર, હરસુખભાઇ સબાડ, ધર્મરાજસિંહ રાણા, મનિષભાઇ સોઢીયા, હર્ષરાજસિંહ અને રૂપેશભાઇ ઠુમ્મર સહિતે પુનીતનગર પાણીનાં ટાંકાની સામે આવેલી શીવશકિત ઓટો નામની ભાડાની ઓફીસમાં દરોડો પાડી ટોકનથી તીનપત્તીનો જુગાર રમતા ઓફીસ ભાડે આપનાર બાબુ ગોવિંદભાઇ સાગઠીયા (રહે. લોધીકા,તા.ખાંભા), ચેતન પરબતભાઇ સોળીયા (ઉવ.૩૭) (રહે. સર્વોદય સોસાયટી શાપર-વેરાવળ), વીરાણી ચોક પાસે સુખરામ સોસાયટીના હિતેષે ગોવિંદભાઇ સોલંકી (ઉવ.૪૮) અને કોઠારિયા સોલવન્ટ શુભમ સોસાયટીના રાજેન્દ્રસિંહ નીરૂભા જાડેજાને પકડી લઇ રૂ. ૩૧૨૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી, પોલીસે ચારેય સામે જોહરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

ઘોડીપાસા રમતા પાંચ પકડાયા

એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એમ. ભટ્ટ, એ.એસ.આઇ. ડી.બી. ખોર, હેડ કોન્સ ફારૂનભાઇ વીરેન્દ્રસિંહ, મૌલીકભાઇ, જગદીશભાઇ, નરેશભાઇ ઝાલા, મરૂભા ઝાલા, રામભાઇ વાંક, હરવિજયસિંહ તથા હોમગાર્ડ ચંદ્રેશભાઇ સહિતે જ્યુબેલી ગાર્ડનમાં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા મોચીબજાર મચ્છી પીઠમાં રહેતા યાસીન સલીમભાઇ મુસાણી (ઉવ.૨૩), જામનગર રોડ સંજયનગરના ઇમરાન હાસમીયા સૈયદ (ઉવ.૩૭), મોચીબજાર પોસ્ટ ઓફીસ પાસે રહેતા કયુમ ફિરોઝભાઇ શીશાંગીયા (ઉવ.૧૯), મોચીબજાર કૃષ્ણનગરના હનીફ આમદભાઇ માંડલીયા (ઉવ.૪૪) અને રેલનગર શેરીનં.૬ના દિપક ગોપાલભાઇ સારંગ (ઉવ.૩૦)ને પકડી લઇ રૂ. ૧૫૬૫૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી.

શાસ્ત્રીમેદાન સામેથી ત્રણ શખ્સો પકડાયા

પ્રદ્યુમનનગર પોલીસ મથકના પી.આઇ. એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી. પટેલ તથા હેડ કોન્સ દેવશીભાઇ, અક્ષયભાઇ ડાંગર સહિતે શાસ્ત્રીમેદાનની સામેની શેરીમાં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા દૂધસાગર રોડ ભગવતી સોસાયટીના હનીફ ગનીભાઇ જુલાણી (ઉવ.૫૦) બજરંગવાડી શેરીનં. ૭ના આશીક હુશેનભાઇ ખોખર (ઉવ.૫૦) અને દેવપરા ભવાની ચોક શીયાણી નગરના ફીરોઝ ઇકબાલભાઇ બાબવાણી (ઉવ.૨૭)ને પકડી લઇ રૂ. ૧૬૯૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:49 pm IST)