Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

શહેર પોલીસની વધુ એક માનવતાઃ હાજા ગગડાવતી ટાઢમાં ખુલ્લામાં સુતેલા લોકોને ધાબળા ઓઢાડ્યા

રાજકોટઃ શહેર પોલીસ ગુનેગારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે જાણીતી છે તો માનવતાના કાર્યોમાં પણ સતત અગ્રેસર રહે છે. લોકડાઉનમાં આવા અનેક દાખલા સામે આવ્યા હતાં. થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે રાતે ઠંડીમાં જાહેરમાં સુઇ રહેતાં ગરિબ લોકોને ધાબળા ઓઢાડી માનવતા દાખવી હતી. ગત રાતે ઠંડી વધી ગઇ હોઇ બી-ડિવીઝન પોલીસની ટીમ ખુલ્લામાં સુતેલા લોકોને ઠંડી સામે રક્ષણ મળે તે માટે ધાબળા વિતરણ કરવા નીકળી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. બી. ઓેસુરા, પીએસઆઇ ડામોર, વિરમભાઇ ધગલ તેમજ બીજો સ્ટાફ ભગવતીપરા, પેડક રોડ, સંત કબીર રોડ, જુના યાર્ડ વિસ્તારમાં રાત્રે પેટ્રોલીંગમાં નીકળ્યો હતો અને સાથોસાથ ધાબળા રાખ્યા હોઇ જ્યાં પણ કોઇ જાહેરમાં ગરમ કપડા વગર સુતેલા જોવા મળ્યા ત્યાં તેને ધાબળા ઓઢાડ્યા હતાં.

(12:52 pm IST)