Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સહકાર સોસાયટીનો પારસ ઇંસ્ટાગ્રામથી સંપર્કમાં આવેલી સગીરાને ભગાડી ગયો

સગીરાના પિતાની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૯: સહકાર સોસાયટીમાં રહેતો શખ્સ પોતાની સાથે ઇંસ્ટાગ્રામથી પરિચયમાં આવેલી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી સહકાર સોસાયટી-૬માં રહેતાં પ્રદિપ ઉર્ફ પારસ મનસુખભાઇ મૈયડ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે સ્પ્રે-કમરબેલ્ટ સહિતની ચીજવસ્તુનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે તે બપોરે ત્રણેક વાગ્યા આસપાસ તેની દૂકાને હતાં ત્યારે પત્નિએ ફોન કરી જાણ કરી હતી કે દિકરી ઘરેથી વેવાઇના ઘરે જવાનું કહીને નીકળી હતી. પણ ત્યાં પહોંચી નથી. આથી પોતે દૂકાનેથી તુરત જ ઘરે આવ્યા હતાં અને દિકરીની શોધખોળ શરૂ કરી હતી. પણ તે મળી નહોતી.

અગાઉ દિકરીને ઇન્સ્ટાગ્રામમાં પારસ નામના છોકરા સાથે પરિચય થયો હોઇ બંને એકબીજાને મળતાં હતાં. તે વખતે ઘરમેળે સમાધાન કરી લીધું હતું. આથી પારસ ઉર્ફ પ્રદિપ કે જે સહકારસોસાયટી-૬માં રહે છે તેને ત્યાં તપાસ કરવા જતાં એ શખ્સ જ લગ્નની લાલચ આપી બદકામના ઇરાદે ભગાડી ગયાનું જણાતાં ફરિયાદ નોંધાવી હતી. એએસઆઇ નરેન્દ્રભાઇ જી. ભદ્રેચાએ ગુનો નોંધ્યો હતો.

પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ અને ટીમ વધુ તપાસ કરે છે.

(11:54 am IST)