Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રૈયાધારમાં ૧૦ વર્ષની ભત્રીજીને જોઇ ચાળા કરતાં શખ્સોને ટપારતાં કાકા પર હુમલો

મહેશ મકવાણાને સારવાર લેવી પડીઃ સામે રામકિશોર પણ દાખલ થયો

રાજકોટ તા. ૨૯: રૈયાધાર ઇન્દિરાનગર પાસે રહેતાં અને પાનની દૂકાન ધરાવતાં મહેશ ચુનિભાઇ મકવાણા (ઉ.વ.૨૮)ને ચાર મારવાડી શખ્સોએ માર મારતાં અને પગમાં ધોકો ફટકારી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.મહેશે આક્ષેપ કર્યો હતો કે મારી દસ વર્ષની ભત્રીજી ઘરેથી મારી દૂકાને ભાગ લેવા આવતી હતી ત્યારે રસ્તામાં મારવાડી શખ્સોએ તેણીને જોઇ ચાળા કરી હેરાન કરતાં આ બાબતે હું તથા મારા ભાભી એ શખ્સોને સમજાવવા જતાં ધોકાથી હુમલો કરી લીધો હતો. મને એના નામ આવડતા નથી.સામા પક્ષે મારવાડીવાસમાં રહેતો રામકિશોર માણેકભાઇ ભાટી (ઉ.વ.૧૭) પણ પોતાના પર અજાણ્યા શખ્સે ધોકાથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થયો હતો. જો કે સારવાર બાદ મહેશ અને રામકિશોર બંનેએ રાતે જ રજા લઇ લીધી હતી.

(11:53 am IST)