Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા

રાજકોટ જીલ્લાના ચૂંટણી ઈન્ચાર્જ તરીકે પ્રવીણભાઈ માંકડિયા અને ચેતનભાઈ રામાણી

રાજકોટ,તા.૨૯: રાજકોટ જીલ્લાની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજકોટ જીલ્લાની તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય સાથે કેશરિયો છવાય તે માટે જીલ્લા ભાજપ દ્વારા મીટીંગોનો ધમધમાટ શરૂ થઈ ગયેલ છે.

રાજકોટ જીલ્લાના ચૂંટણીની વ્યવસ્થા અંતર્ગત રાજકોટના પ્રભારી મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જીલ્લા સંગઠન પ્રભારીશ્રી પ્રકાશભાઈ સોની, જીલ્લા અધ્યક્ષશ્રી મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રીશ્રીઓ નાગદાનભાઈ ચાવડા, શ્રી મનસુખભાઈ રામાણી, શ્રી મનીષભાઈ ચાંગેલાએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લાની સમગ્ર વ્યવસ્થા માટે ચૂંટણી ઈન્ચાર્જ તરીકે પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માંકડિયા તથા શ્રી ચેતનભાઈ રામાણીની વરણી કરવામાં આવેલ છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ અખબારી યાદીમાં જણાવે છે.

(11:53 am IST)